બ્રેકિંગ ન્યુઝ
આવનારા 4 દિવસમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે
PM મોદીનો આવતીકાલે વારાણસીમાં ભવ્ય રોડ શો
ભાજપને 2019 કરતાં વધુ જનાદેશ મળશે: PM મોદી
બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો
અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા
ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ
લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દરરોજ સવારે ખાલી પેટ પીવો આવું પાણી, તમને નહીં રહે હાર્ટ એટેકનો ખતરો
Last Updated: 09:54 AM, 28 April 2024
ભારતીય ભોજનમાં અનેક પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે. આ મસાલાઓ ભોજનનો સ્વાદ વધારવાનું તો કામ કરે જ છે પણ સાથે જ ઘણા મસાલાઓ આરોગ્યને જાળવી રાખવા માટે ઘણા કામ પણ આવે છે. એટલે જ આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે ઘણી બીમારીઓની દવા તો આપણા રસોડામાં જ છે. આ મસાલાઓમાંથી એક છે હિંગ, જે ઘણી વાનગીઓમાં વપરાય છે. આ એક અદ્ભુત મસાલો છે, જે માત્ર વાનગીઓનો સ્વાદ જ નથી વધારતો પણ ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. હિંગ તેની વિશિષ્ટ સુગંધ માટે જાણીતી છે. તે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત લોકો માટે ખાસ કરીને મદદરૂપ છે.
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે હિંગ એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે. એલડીએલ કોલેસ્ટ્રોલનું ઊંચું સ્તર હૃદય રોગ અને સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિઓ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં હિંગના પાણીનું નિયમિતપણે ખાલી પેટ સેવન કરવાથી એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. આ ઉપરાંત, તે એચડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ‘સારા કોલેસ્ટ્રોલ’ને પણ વધારે છે.
હિંગના એન્ટી ઇન્ફલેમેટરી ગુણો શરીરમાં સોજાને ઘટાડી શકે છે. લાંબા સમયથી રહેલો સોજો ઘણીવાર હાઈ કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલો હોય છે, જે સંભવિતપણે હૃદય રોગ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં, હિંગનું પાણી આ સોજાને દૂર કરવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરીને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.
કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે તમારું વજન નિયંત્રણમાં રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં હિંગનું પાણી તમારું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તે મેટાબોલિઝમ વધારીને અને ફેટ બર્નિંગને પ્રેરિત કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે લાંબા સમય સુધી પેટને ભરેલું પણ રાખે છે, જેનાથી ભૂખ નિયંત્રણમાં રહે છે.
હિંગમાં ભરપૂર માત્રામાં એન્ટીઑકિસડન્ટ હોય છે. તે ઑક્સિડેટીવ તણાવ સામે રક્ષણ આપે છે, જે કોષોને નુકસાન અને હૃદય રોગ સહિત વિવિધ રોગોનું કારણ બની શકે છે. કોલેસ્ટ્રોલના દર્દીઓએ સ્વસ્થ જીવન માટે હિંગના પાણીના એન્ટીઑકિસડન્ટ ફાયદાઓ લેવાઓ જોઈએ.
મોટાભાગના લોકો હિંગનો ઉપયોગ પાચનક્રિયા સુધારવા માટે કરે છે. હિંગ પાચન ઉત્સેચકોના ઉત્પાદનમાં વધારો કરે છે, જે સ્વસ્થ પાચનને પ્રોત્સાહન આપે છે અને પેટનું ફૂલવું અને અપચો જેવી સમસ્યાઓને અટકાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT