બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

logo

ક્ષત્રિય સંકલન સમિતિ પરના આરોપને લઇ રમજુભાનો જવાબ, પી.ટી. જાડેજા મામલે સમાધાન થઈ ગયું છે

VTV / ધર્મ / ઘરની આ દિશામાં તિજોરી રાખવાથી ભરાશે ધનના ભંડાર, જાણો વાસ્તુશાસ્ત્રના નિયમો

વાસ્તુ ટિપ્સ / ઘરની આ દિશામાં તિજોરી રાખવાથી ભરાશે ધનના ભંડાર, જાણો વાસ્તુશાસ્ત્રના નિયમો

Last Updated: 01:08 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની આશીર્વાદ તિજોરી પર બની રહે એ માટે જરૂરી છે કે તમારી તિજોરીની દિશા સાચી અને શુભ હોય. તો વાસ્તુ અનુસાર, તિજોરી સાથે જોડાયેલા નિયમો વિશે જાણી લો.

જીવનમાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના ઘરમાં ક્યારેય પૈસાની કમી ન રહે અને પરિવાર સારી રીતે ચાલે. એટલા માટે લોકો સંપત્તિ ભેગી કરવા માટે સખત મહેનત કરે છે અને ઇચ્છે છે કે કમાયેલા પૈસા દિવસ દરમિયાન બમણી થાય અને રાતે ચાર ગણા થાય. વાસ્તુ શાસ્ત્રમાં પણ ધન-લક્ષ્મીને ઘરમાં ટકાવી રાખવા માટે કેટલાક નિયમો જણાવવામાં આવેલા છે. વાસ્તુ નિયમો અનુસાર, પૈસા રાખવાની એક દિશા છે, જ્યાં તેને રાખવાથી પૈસા, આભૂષણો વગેરે જેવી કિંમતી વસ્તુઓ પર આશીર્વાદ રહે છે. તેનાથી વિપરિત, કેટલાક લોકોની મહેનત અને પ્રયત્નો છતાં, તેમની તિજોરી હંમેશા ખાલી રહે છે. ઘરમાં રાખેલ કેશ બોક્સ અથવા તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે તે માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની આશીર્વાદ તિજોરી પર બની રહે તે માટે જરૂરી છે કે તમારી તિજોરીની દિશા સાચી અને શુભ હોય.

money-11_13

દિશાનું ધ્યાન રાખો - તિજોરી રાખવા માટે યોગ્ય દિશા હોવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઉત્તર દિશાને ધનના સ્વામી કુબેર અને માતા લક્ષ્મીની દિશા માનવામાં આવે છે. આ દિશામાંથી પૈસા આવે છે. તેથી, આ દિશા પૈસા સંબંધિત કામ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કારણે તિજોરીને ઉત્તર દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તમારે તિજોરીને એવી રીતે રાખવી જોઈએ કે તેનું મોં ઉત્તર તરફ જ ખુલે. તિજોરી કે કબાટનો દરવાજો ઉત્તર તરફ ખોલવાથી ધન અને આભૂષણોનું આગમન થાય છે.

તિજોરી ખાલી ન રાખો - તિજોરીમાં રાખવા માટે પૈસા કે ઘરેણાં ન હોય તો પણ તિજોરીને ક્યારેય ખાલી ન રાખવી જોઈએ, તમારે તેમાં કેટલાક સિક્કા રાખવા જોઈએ. કારણ કે વાસ્તુ અનુસાર ખાલી તિજોરી ક્યારેય શુભ નથી હોતી.

lakshmi ganesh

લક્ષ્મી-ગણેશ અને કુબેરની તસવીર - તિજોરીની અંદર દેવી લક્ષ્મી અને ગણેશજીની તસવીર રાખો. તમે કુબેરની તસવીર પણ રાખી શકો છો. આમ કરવાથી, તેમના આશીર્વાદ તમારા પર રહેશે અને તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે.

સફાઈનું ધ્યાન રાખો - જ્યાં તિજોરી રાખી હોય તેને ગંદી અને વિખરાયેલી ક્યારેય ન રાખો. વાસ્તુની માન્યતા અનુસાર, તિજોરીમાં દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરનો વાસ હોય છે. તેથી, જો તમે તિજોરીમાંથી પૈસા અથવા ઘરેણાં કાઢો ત્યારે જૂતા અને ચપ્પલ પહેરશો નહીં. આ દરમિયાન તમારા હાથ પણ સાફ રહે તેનું ધ્યાન રાખો.

વધુ વાંચો: નોકરીમાં પ્રગતિ, બિઝનેસમાં વૃદ્ધિ..., 12 મેથી ખીલી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય

આ વાતોનું પણ ધ્યાન રાખો

  • તિજોરીનું મોં ક્યારેય દક્ષિણ દિશામાં ન ખોલવું જોઈએ. કારણ કે આ દિશા યમ દેવની હોય છે અને તેને શુભ માનવામાં આવતી નથી. જેના કારણે તિજોરીમાં પૈસાની અછત રહે છે.
  • તિજોરીનું મોં દક્ષિણની સાથે સાથે પશ્ચિમ તરફ પણ ન ખુલવું જોઈએ. આ દિશા વરુણ દેવની હોય છે. આ દિશામાં તિજોરી રાખવાથી પૈસા પાણીની જેમ ખર્ચાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ