બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / સ્પોર્ટસ / Cricket / '...તો હું ટીમ ઇન્ડિયાને', શું T20 વર્લ્ડકપમાં શુભમન ગિલની થશે પસંદગી? આપ્યો ધારદાર જવાબ

સ્પોર્ટ્સ / '...તો હું ટીમ ઇન્ડિયાને', શું T20 વર્લ્ડકપમાં શુભમન ગિલની થશે પસંદગી? આપ્યો ધારદાર જવાબ

Last Updated: 12:38 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 માં શુભમન ગિલ અત્યાર સુધી 9 મેચમાં કુલ 304 રન બનાવવામાં સફળ રહ્યો છે. તેનો સ્ટ્રાઈક રેટ 146.15 રહ્યો છે જ્યારે ગિલે 38ની એવરેજથી રન બનાવ્યા છે.

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર શુભમન ગિલની T20 વર્લ્ડ કપની ટીમમાં પસંદગી થવી મુશ્કેલ છે. હકીકતમાં, ઘણા પૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ T20 વર્લ્ડ કપ માટે તેમની પસંદગીની ટીમની જાહેરાત કરી, જેમાં શુભમન ગિલને સ્થાન આપવામાં આવ્યું નથી. ઘણા લોકો માને છે કે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ T20 વર્લ્ડ કપમાં ભારત માટે ઓપનિંગની જવાબદારી નિભાવશે, જેના કારણે ગિલને જગ્યા નથી મળી રહી. કારણ કે વિરાટ કોહલી નંબર 3 પર હશે. આવી સ્થિતિમાં, શુભમન ગિલે હવે ટીમની પસંદગી પહેલા આ સંભાવનાઓ વચ્ચે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

'ટીમમાં પસંદગી ન થઈ તો નિરાશ થઈશ, પણ...'

એક ઈન્ટરવ્યુમાં શુભમન ગિલે કહ્યું, આઈપીએલની છેલ્લી સિઝનમાં લગભગ 900 રન બનાવ્યા પછી, હું એક ખેલાડી તરીકે ચોક્કસપણે નિરાશ થઈશ. જો મારી પસંદગી નથી થતી તો પણ હું ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ચીયર કરીશ. ઘરે રહીને ટીમ ઇન્ડિયાને ભરપૂર સપોર્ટ આપીશ અને ખેલાડીઓને શુભકામનાઓ આપીશ. આ સિવાય શુભમન ગિલે વધુમાં કહ્યું કે, મેં ગયા વર્ષે 50 ઓવરનો વર્લ્ડ કપ રમ્યો હતો અને વર્લ્ડ કપમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનું મારા માટે એક સપનું હતું. જો હું આ વર્ષના T20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવામાં સફળ થઉં છું તો આ મારું સપનું સાકાર થવા કરતાં ઓછું નહીં હોય. ગયા વર્ષના વર્લ્ડકપનો અનુભવ મને આ વર્લ્ડકપમાં મદદ કરી શકે છે.

જણાવી દઈએ કે શુભમન ગિલ IPL 2024 માં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. શુભમન ગિલે તેની કેપ્ટનશિપથી પ્રભાવિત પણ કર્યા છે. ગુજરાતનું સુકાનીપદ મળવા અંગે ગિલે કહ્યું કે, મને તેની જાણ ત્યારે થઈ જ્યારે હું દક્ષિણ આફ્રિકામાં હતો. રોહિત ભાઈ (શર્મા) મને ખૂબ ચીડવતા હતા. તે મને કહેતા હતા, 'હવે તને બોલરો વિશે ખબર પડશે, જ્યારે તેઓ યોર્કર બોલ નથી ફેંકતા અને સિક્સર પડે છે'. સુકાનીપદ અંગે તેમની સાથે મારી લાંબી વાતચીત નથી થઈ, પરંતુ ભારતીય ટીમમાં રહીને મેં તેની પાસેથી ઘણું શીખ્યું છે.

વધુ વાંચો: યુવરાજસિંહ બન્યો T20 વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસડર, યુવીએ કરી દિલ સ્પર્શી લે તેવી વાત

આ IPLમાં શુભમન ગિલ અત્યાર સુધી 9 મેચમાં કુલ 304 રન બનાવવામાં સફળ રહ્યો છે. તેનો સ્ટ્રાઈક રેટ 146.15 રહ્યો છે જ્યારે શુભમન ગિલે 38ની એવરેજથી રન બનાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ