બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

VTV / ભારત / પ્રોપર્ટી ડીલરને રંગરેલિયા જીવમાં પડ્યાં, 20 વર્ષ નાની પ્રેમિકાએ પ્રાઈવેટ પાર્ટ પર હુમલાથી માર્યો

ખૌફનાક કારણ / પ્રોપર્ટી ડીલરને રંગરેલિયા જીવમાં પડ્યાં, 20 વર્ષ નાની પ્રેમિકાએ પ્રાઈવેટ પાર્ટ પર હુમલાથી માર્યો

Last Updated: 08:04 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના નાગપુરમાં પ્રોપર્ટી ડીલરના મર્ડરના આરોપમાં મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના નાગપુરમાં સનસનાટી મચાવતી એક ઘટનામાં એક મહિલા તેના પ્રોપર્ટી ડીલર પ્રેમીની પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કરીને હત્યા કરી નાખી હતી. નાગપુરમાં 55 વર્ષીય પ્રોપર્ટી ડીલર રવિન્દ્ર કુડવે અને 27 વર્ષની યુવતી કાજલ જોગેના પ્રેમમાં હતા, બન્ને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયાં હતા. ખાનગીમાં આ બધું ચાલી રહ્યું હતું. તેમની વચ્ચેના સંબંધોની કોઈને ખબર ન પડેતે પરંતુ એક દિવસ એવું બન્યું કે તેમનો પ્રેમ છાપરે ચઢીને સામે આવ્યો હતો અને એટલું જ નહીં પરંતુ ખૌફનાક મર્ડરમાં પણ પરિણ્મયો હતો.

પ્રોપર્ટી ડીલરને પડતો મૂકીને બીજા સાથે લગ્ન

રવિન્દ્ર સાથે સંબંધ રાખ્યાં બાદ કાજલ ધરાઈ ગઈ હતી અને તેણે બીજા યુવાન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. કાજલે પોતાના લગ્નના પૈસા રવિન્દ્ર પાસે માગ્યાં હતા, પરંતુ પોતાની પ્રેમિકા બીજા કોઈની થાય તે તેને મંજૂર નહોતું આથી તેણે પૈસા આપવાની ધરાર ના પાડી દીધી હતી.

પૈસા ન આપતાં કર્યો પ્રાઈવેટ પાર્ટ પર હુમલો

પૈસા આપવાની ના પાડતાં કાજલે ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણે ધારદાર હથિયારથી રવિન્દ્રના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી.

વધુ વાંચો : USમાં નેહા પટેલ અને બે બાળકોને કારમાં બેસાડીને પહાડ પરથી ફેંકાયા, આબાદ બચાવ, ખૌફનાક કિસ્સો

રવિન્દ્રનો પુત્ર શું બોલ્યો

રવિન્દ્ર કુડવેના પુત્રે એવું જણાવ્યું હતું કે તેના પિતા અને આરોપી મહિલા કાજલ જોગે (27) વચ્ચે ગેરકાયદેસર સંબંધ હતા. પરંતુ થોડા દિવસ બાદ આરોપીના અન્ય છોકરા સાથે સંબંધ બંધાયા હતા. હું તેની સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ હું ઇચ્છતો હતો કે રવિન્દ્ર તેનો ખર્ચ ઉઠાવે. કાજલ જોગેનો આ પ્રસ્તાવ રવિન્દ્ર કુડવેએ ફગાવી દીધો હતો. આ કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપી મહિલાએ મૃતકના પ્રાઇવેટ પાર્ટ પર ભારે વસ્તુથી ચાકુ મારી દીધું હતું. આ કારણે તેનું મોત થયું હતું. તેનો મૃતદેહ આકાશ નગરના એક ફ્લેટમાંથી મળી આવ્યો હતો. પોલીસે આરોપી કાજલની ધરપડ કરી છે. તેણે રવિન્દ્રની હત્યાનો ગુનો પણ કબૂલ્યો છે

એક મહિનામાં નાગપુરમાં બીજી ભયાનક ઘટના

આ મહિને નાગપુરમાં હત્યાની એક ભયાનક ઘટના સામે આવી હતી. એક 30 વર્ષીય વ્યક્તિએ તેના લિવ-ઇન પાર્ટનર અને તેના ત્રણ વર્ષના પુત્રની હોટલના રૂમમાં હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. સચિન વિનોદ કુમાર રાઉત અને નાઝનીન વચ્ચે ગેરકાયદેસર સંબંધો હતા. સચિન વિનોદ કુમાર રાઉત ટ્રક ડ્રાઈવર હતો અને પરિણીત હતો અને તેને બે બાળકો પણ હતા. મધ્ય પ્રદેશની રહેવાસી નાઝનીન સાથે તેના આડા સંબંધ હતા. તે પત્નીને છૂટાછેડા આપ્યા વિના નાઝનીન સાથે રહેવા લાગ્યો. થોડા દિવસો પછી, તેણે નાઝનીનથી પોતાને દૂર કરવાનું શરૂ કર્યું. આ કારણે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. છેવટે, તેઓએ અલગ રહેવાનું નક્કી કર્યું. બંનેએ 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર પરસ્પર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા કે તેઓ અલગ રહેશે. આ પછી સચિન નાઝનીન અને તેના પુત્ર સાથે ગજાનન કોલોની નજીક આવેલી એક હોટલમાં ગયો હતો, જ્યાં ત્રણેયની લાશ મળી આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ