બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / સ્પોર્ટસ / Cricket / 11 ચોગ્ગા અને 6 સિક્સર, 15 બોલમાં ફટકાર્યા 50 રન, મેકગર્કની તોફાની બેટિંગથી પંડ્યા-બુમરાહ ધોવાયા

IPL 2024 / 11 ચોગ્ગા અને 6 સિક્સર, 15 બોલમાં ફટકાર્યા 50 રન, મેકગર્કની તોફાની બેટિંગથી પંડ્યા-બુમરાહ ધોવાયા

Last Updated: 08:20 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી કેપિટલ્સના ચાહકોએ મેકગર્કની આ ઇનિંગને ખૂબ જ એન્જોય કરી હતી. જ્યારે મેકગર્ક 84 રન બનાવીને આઉટ થયો ત્યારે મેદાનમાં હાજર હજારો લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું

મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્કે માત્ર 27 બોલમાં 84 રનની ઈનિંગ રમી હતી. આ વિસ્ફોટક ઇનિંગમાં તેણે 11 ફોર અને 6 સિક્સર ફટકારી છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી, તેથી દિલ્હી કેપિટલ્સના ચાહકોએ મેકગર્કની આ ઇનિંગને ખૂબ જ એન્જોય કરી હતી. જ્યારે મેકગર્ક 84 રન બનાવીને આઉટ થયો ત્યારે મેદાનમાં હાજર હજારો લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. મેકગર્કે ઇનિંગની ચોથી ઓવરમાં માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને તેની 84 રનની ઇનિંગથી દિલ્હીનો સ્કોર 257 રન થયો હતો.

IPL 2024માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી

મેકગર્ક મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 311 થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે રમી રહ્યો હતો, તેથી તે સ્ટેન્ડિંગ ઓવેશન મેળવવાનો સંપૂર્ણ લાયક છે. તેમના સન્માનમાં ઉભા રહેલા લોકોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મેકગર્ક IPL 2024માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી પણ છે. આ સિવાય મેકગર્ક એવો બેટ્સમેન પણ છે જેણે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી છે. તેણે આ સિઝનમાં બે વખત 15 બોલમાં અડધી સદી પૂરી કરી છે. મેકગર્ક IPLના ઈતિહાસમાં 15 કે તેથી ઓછા બોલમાં બે વખત ફિફ્ટી ફટકારનાર એકમાત્ર ખેલાડી બન્યો છે.

આ પણ વાંચોઃ '...તો હું ટીમ ઇન્ડિયાને', શું T20 વર્લ્ડકપમાં શુભમન ગિલની થશે પસંદગી? આપ્યો ધારદાર જવાબ

IPL 2024માં મેકગર્કની વિસ્ફોટક બેટિંગ

IPL 2024માં જેક ફ્રેઝર મેકગર્કે અત્યાર સુધી 5 મેચમાં 49.4ની શાનદાર એવરેજથી 247 રન બનાવ્યા છે. 5 મેચમાં 3 અડધી સદીની ઇનિંગ્સ રમવી એ સાબિતી છે કે મેકગર્ક કેટલી શાનદાર લયમાં ચાલી રહ્યો છે. તે આ સિઝનમાં શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ સાથે રમનાર બેટ્સમેન પણ છે. તેણે IPL 2024માં 237.5ના તોફાની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. તેના આગમન સાથે, દિલ્હી કેપિટલ્સની ટોપ ઓર્ડરની બેટિંગ ઘાતક બની ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ