બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / ગુજરાત / ગરમી વધતા ગુજરાતમાં આગ લાગવાની ઘટના વધી, દુકાન, ઈન્ડસ્ટ્રીઝ, ઘર આગની ઝપેટમાં, એકજ દિવસમાં 4 બનાવ

બનાવ / ગરમી વધતા ગુજરાતમાં આગ લાગવાની ઘટના વધી, દુકાન, ઈન્ડસ્ટ્રીઝ, ઘર આગની ઝપેટમાં, એકજ દિવસમાં 4 બનાવ

Last Updated: 06:45 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fire Incident News: રાજ્યમાં એક જ દિવસમાં 4 સ્થળો પર આગની ઘટના બની હતી. નડિયાદમાં અમદાવાદી બજારમાં એક સાથે 3 દુકાનમાં આગ લાગી હતી

ઉનાળો અને આગ આ બે શબ્દ જાણે એકબીજાના પર્યાય બન્યા હોય તેમ વર્તમાનમાં આગની ઘટનાઓ બની રહી છે. ગરમી વધવાની સાથે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે. રાજ્યમાં એક જ દિવસમાં 4 સ્થળો પર આગની ઘટના બની હતી. નડિયાદમાં અમદાવાદી બજારમાં એક સાથે 3 દુકાનમાં આગ લાગી હતી. જેમાં 2 કાર અને 3 વાહન આગની ઝપેટમાં આવી ગયા હતા. તો અમરેલીની બાબરા GIDC-2માં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. ડાયમંડ સિટી સુરતના પલસાણાની જય ઈન્ડસ્ટ્રીઝમાં પણ આગ લાગતાં બારડોલી, પલસાણા અને SMCની ફાયર ટીમોએ આગ પર કાબૂ મેળવવા દોડધામ કરવી પડી હતી. જ્યારે આણંદના ઉમરેઠમાં એક રહેણાંક મકાનમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી.

kheda 59

ખેડાની અમદાવાદી બજારમાં આગ

વિગતે વાત કરીએ તો ખેડાના નડિયાદમાં આવેલી અમદાવાદી બજારમાં આગ એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બજારમાં એક સાથે 3 દુકાનમાં ભીષણ આગ લાગતા 3 વાહન ઝપેટમાં આવ્યા હતાં. જેમાં 2 કાર સહિત 3 વાહનોને મોટું નુકસાન પહોંચ્યું હતું. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. તો આગ લાગવાના પ્રાથમિક અનુમાનમાં શોર્ટ સર્કિટના હોવાનું જાણવા મળ્યું છે.

45 AMR

અમરેલીમાં પ્લાસ્ટીકની ફેક્ટરીમાં આગ

અમરેલીના બાબરાની GIDC-2માં પ્લાસ્ટીકના દાણા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. રુદ્ર એન્ટરપ્રાઈઝ કંપનીમાં આગ લાગતા દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પ્રસર્યા હતાં. બાબરા ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો

SURAT 34

સુરતની જય ઈન્ડસ્ટ્રીઝમાં લાગી આગ

સુરતના પલસાણામાં આગની ઘટના બની છે. જય ઈન્ડસ્ટ્રીઝમાં આગનો બનાવ બનતા બારડોલી,પલસાણા અને SMCની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. આગ એટલી વિકરાળ હતી કે 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

AND 8

વાંચવા જેવું: 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો

આણંદમાં ઘરમાં લાગી આગ

આણંદના ઉમરેઠની તીર્થ સોસાયટીના એક મકાનમાં આગની ધટના બની હતી. આગમાં ઘરવખરીનો સામાન બળીને ખાક થઇ ગયો છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ઉમરેઠ ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ