બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

VTV / ગુજરાત / 'RSS અને BJP સંવિધાન ખતમ કરવા માંગે છે',દમણમાં રાહુલ ગાંધીના ચાબખા

Election 2024 / 'RSS અને BJP સંવિધાન ખતમ કરવા માંગે છે',દમણમાં રાહુલ ગાંધીના ચાબખા

Last Updated: 07:51 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: રાહુલ ગાંધીએ કહ્યું કે, જે સંવિધાન છે તેની કોંગ્રેસે સંભાળ રાખી છે અને સંવિધાન કહે છે કે ભારતના તમામ લોકોને એક જેવા અધિકાર મળે

લોકસભા ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે. નિવેદનોથી લઈ પક્ષ પલટાનો પવન ફૂંકાઈ રહ્યો છે, તો બીજી તરફ સ્ટાર પ્રચારકો પણ સભા ગજવી રહ્યાં છે. ગુજરાતમાં મતદાનની તારીખને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે મતદારોને રિઝવવા રાજકીય પાર્ટીઓ એડી ચોટીનો જોર લગાવી રહ્યાં છે. દમણ-દીવ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચારનો માહોલ બારબરનો જામ્યો છે. અહીં કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ જનસભા ગજવી ભાજપ પર નિશાન સાંધ્યું હતું.

રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર

દમણની સભામાં રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, RSS અને ભાજપ સંવિધાન ખતમ કરવા માંગે છે તેમજ મોદીજી કહે છે કે એક દેશ એક ભાષા પરંતુ તમામ રાજ્યની અલગ અલગ ભાષા છે તો એ શક્ય નથી. વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી કહે છે કે સ્થાનિક કલ્ચર જળવાવવું જોઈએ. પ્રફુલ પટેલ એડમિનિસ્ટ્રેટર નહી પણ રાજાની જેમ વર્તે છે

'યુનિવર્સિટીઓમાં કુલપતિઓના નામે રાજાઓ બેસાડ્યા'

રાહુલ ગાંધીએ કહ્યું કે, જે સંવિધાન છે એની કોંગ્રેસએ સંભાળ રાખી છે. ભારતને સંવિધાને જે આપ્યું તેની રક્ષા કોંગ્રેસ કરે છે. સંવિધાન કહે છે કે ભારતના તમામ લોકોને એક જેવા અધિકાર મળે. વધુમાં કહ્યું કે, જરૂરીયાતમંદ લોકોને આરક્ષણ આપવાનું કામ સંવિધાને કર્યું છે. રાહુલ ગાંધીએ સરકાર પર તીખા પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતોનો એકપણ રૂપિયો આ સરકારે માફ કર્યો નથી. દેશની અલગ અલગ એજન્સીઓ ખતમ કરવાનું કામ ભાજપ કરી રહ્યું છે. યુનિવર્સિટીઓમાં કુલપતિઓના નામે રાજાઓ બેસાડવાનું કામ કરે છે.

વાંચવા જેવું: 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો

મહિલાના ખાતામાં 1 લાખ રૂપિયા જમા થશે: રાહુલ ગાંધી

સભા સંબોધતા તેમણે કહ્યું કે, દિલ્હીમાં સરકાર બન્યા બાદ 2 મિનિટમાં જ પ્રફુલ પટેલને ઘર ભેગા કરીશું તેમજ કોંગ્રેસની સરકાર બનતા જ પરિવારની મહિલાના ખાતામાં 1 લાખ રૂપિયા જમા થશે. સાથો સાથ એમ પણ કહ્યું કે, ભારતના ગ્રેજ્યુએટને કોંગ્રેસ સરકાર અધિકાર આપશે. દર મહિને ગ્રેજ્યુએટને એપ્રેન્ટિશ યોજના હેઠળ ટ્રેનિંગ અને 8500 રૂપિયા આપીશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ