બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / વિશ્વ / પ્રવાસ / અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં જતા પ્લેનને જમૈકા એરપોર્ટ પર રોકવામાં આવ્યું, કુલ 253 મુસાફરમાંથી ગુજરાતીઓની સંખ્યા વધારે

World News / અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં જતા પ્લેનને જમૈકા એરપોર્ટ પર રોકવામાં આવ્યું, કુલ 253 મુસાફરમાંથી ગુજરાતીઓની સંખ્યા વધારે

Last Updated: 08:56 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા પહોચવા માટે વિમાનમાં ગયા હોવાનું મનાય છે. આ તમામ મુસાફરોની પુછપરછ ચાલી રહી છે

ગુજરાત સહિત દેશમાંથી ટુરિસ્ટ વિઝાના નામે લોકોને લઇ જઇ અમેરિકામાં ઘુસાડવાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. થોડા મહિના પહેલા પણ આખુ વિમાન અમેરિકા પહોચવા માગતા ટુરિસ્ટોનું ઝડપાયુ હતું તેમને ડિફોલ્ડ કરી પરત ભારત મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક વાર આવું વિમાન જમૈકા ઓરપોર્ટ પરથી ઝડપાયુ છે. જેમાં 253 મુસાફરો પૈકી મોટાભાગના ગુજરાતીઓ છે અને અમેરિકા ઘુસણખોરી કરવાની ફિરાકમાં ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.

ગુજરાતીઓ સહિત દેશના ઘણા નાગરિકોને અમેરિકામાં ડોલર કમાવવાનો ચસકો ચડ્યો છે. અને આ ચસકામાં પરિવારો અમેરિકા પહોચવા માટે મોતને પણ મુઠ્ઠીમાં લઇને ઘર છોડી નીકળી પડે છે. ગુજરાતીઓ અને પંજાબીઓને ખાસ કરીને ડોલર કમાવવા વધુ પ્રમાણમાં અમેરિકા જાય છે. ત્યારે અનેક એવા રુટો છે ત્યા સુધી પહોચી અને અમેરિકાની સરહદ સુધી પહોચવાનું હોય છે. આખુ પ્લેન ભાડે કરી અને અમેરિકામાં ઘુસણખોરીના કારસ્તાન માટે આખે આખુ પ્લેન ભાડે કરવામાં આવ્યાનો વધુ એક મામલો સામે આવ્યો છે.

ગુજરાતી અને પંજાબી મુસાફરો

મીડિયા અહેવાલના દાવા મુજબ દુબઈથી ઉડાન ભરીને નીકળેલા પ્લેનને શંકાના આધારે તપાસ કરવામાં આવી હતી બાદમાં તેને કેરેબિયન દેશ જમૈકામાં રોકી દેવામાં આવ્યું છે. સુત્રોની વાત માનવામાં આવે તો પ્લેનમાં કુલ 253 મુસાફર સવાર છે. આ પ્લેનમાં તે પૈકીના 150થી 175 ભારતીય મુસાફરો હોવાનું કહેવાય છે. એટલુ જ નહી મોટા ભાગના ગુજરાતીઓ અને પંજાબી મુસાફરો છે. આ તમામ અમેરિકા પહોચવા માટે વિમાનમાં ગયા હોવાનું મનાય છે. આ તમામ મુસાફરોની પુછપરછ ચાલી રહી છે અને નજર કેદ કરવામાં આવ્યા છે.

આ ફ્લાઇટની તપાસ કરી

સમગ્ર મામલાની વાત કરીએ તો અમેરિકા પહોચવા માટે ગુજરાત અને દેશમાંથી ઘણા મુસાફરો રોજે રોજ ઉડે છે. જેઓ વિવિધ વિઝા પર એક કે બીજા દેશમાં પહોચે છે અને ત્યાથી અમેરિકા બોર્ડર સુધી પહોચતા હોય છે. ત્યારે 2 મેના દિવસે પણ એક ફ્લાઇટ જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. એરપોર્ટ ઓથોરિટીના ઓફિસરોને શંકા જતાં આ ફ્લાઇટની તપાસ કરી હતી. આ ફ્લાઇટમાં 253 જેટલા મુસાફરો હતા. એમાંથી મોટા ભાગના ભારતીયો હતા અને બાકીના ઉઝબેકિસ્તાનના નાગરિકો હતા. પુછપરછમાં ભારતીય મુસાફરો અમેરિકામાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં ગયા હોવાનું કહેવાય છે પરંતુ વધુ પુછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ આ દેશમાં જવા માટે ભારતીયોને વિઝાની જરૂર નહીં પડે, માત્ર કરવું પડશે આ કામ

લાખો લોકો ઘુસણખોરી કરતા ઝડપાયા

અમેરિકાની વિવિધ બોર્ડર પરથી અનેક લોકો ઘુસણખોરી કરી અમેરિકામાં પહોચતા હોય છે. વર્ષ 2022-23માં એટલે કે ઑક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ના સમયગાળામાં રેકર્ડ 96 હજાર 917 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા ઝડપાયા છે. સમાચાર ઍજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, અમેરિકી કસ્ટમ અને બૉર્ડર પ્રોટેક્શન વિભાગે જાહેર કરેલા તાજા આંકડાઓમાં આ હકિકત સામે આવી છે.2020-21માં આ આંકડો 30,662 હતો જ્યારે 2021-22માં એ આંકડો 63,927 હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ