બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Filmfare Awards 2024 SRK film Jawaan gets award for for action 12th Fail for editing, see list

Filmfare Awards 2024 / SRKની ફિલ્મ 'જવાન'ને એક્શન તો '12th ફેલ'ને એડિટીંગ માટે મળ્યો એવોર્ડ, જુઓ ફિલ્મફેર એવોર્ડ્સના વિજેતાઓનું લિસ્ટ

Megha

Last Updated: 09:41 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકી કૌશલની ફિલ્મ સામ બહાદુરે બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન સહિત ત્રણ ટેકનિકલ કેટેગરીમાં જીત મેળવી હતી. જુઓ આખી લિસ્ટ

  • ફિલ્મફેર એવોર્ડ આજે ગાંધીનગરની ગિફ્ટસિટીમાં યોજાવવાનો છે. 
  • આ એવોર્ડમાં ટેકનિકલ કેટેગરીના વિજેતાઓની યાદી બહાર આવી છે.

સેલેબ્સ અને ચાહકો હંમેશા ફિલ્મફેર એવોર્ડ્સની રાહ જોતા હોય છે. આ વર્ષે 69મા ફિલ્મફેર એવોર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે આ ટાઇટલ કઈ ફિલ્મને મળશે. આ એવોર્ડ શોની શરૂઆત શનિવારે ગુજરાતની ગિફ્ટસિટીમાં એક સમારોહ સાથે થઈ હતી, જેમાં સામ બહાદુરે બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન સહિત ત્રણ ટેકનિકલ કેટેગરીમાં જીત મેળવી હતી. 

શનિવારે અનેક એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આજે સાંજે પણ કેટલાક વધુ એવોર્ડની જાહેરાત કરવામાં આવશે. આ ખાસ અવસરમાં મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. ફિલ્મ નિર્માતા કરણ જોહરથી લઈને અભિનેત્રી નુસરત ભરૂચા આ ઈવેન્ટનો ભાગ બનવા આવ્યા હતા.

અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્નાએ 69માં ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં શો હોસ્ટ કરવાની જવાબદારી સંભાળી હતી. હવે સિનેમેટોગ્રાફી, સ્ક્રીનપ્લે, કોસ્ચ્યુમ અને એડિટિંગ સહિતની ટેકનિકલ કેટેગરીના વિજેતાઓની યાદી બહાર આવી છે.

અહેવાલો અનુસાર, ગણેશ આચાર્યને રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના ગીત 'વોટ ઝુમકા' પર તેના કામ માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે 12મી ફેલને બેસ્ટ એડિટિંગ માટે ટ્રોફી આપવામાં આવી હતી તો શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને બેસ્ટ VFX અને બેસ્ટ એક્શનનો વિજેતા પસંદ કરવામાં આવ્યો હતો. આ સિવાય એનિમલને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરનું સન્માન મળ્યું. એટલું જ નહીં, એનિમલ અને સામ બહાદુર બંનેને બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનનો એવોર્ડ મળ્યો છે.

વધુ વાંચો: VIDEO: રાહત ફતેહ અલી ખાને નોકરને ચંપલથી માર્યો માર; વીડિયો વાયરલ થતાં કહ્યું આ તો મારો ચેલો છે અને...

ટેકનિકલ એવોર્ડ્સની આખી લિસ્ટ: 
- બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન - 'સામ બહાદુર' માટે કુણાલ શર્મા અને 'એનિમલ' માટે સિંક સિનેમા 
- બેસ્ટ VFX - 'જવાન' - રેડ ચિલીઝ VFX 
- બેસ્ટ એડિટિંગ - '12મી ફેલ' - જસકુંવર સિંહ કોહલી અને વિધુ વિનોદ ચોપરા
- બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર - 'એનિમલ' - હર્ષવર્ધન રામેશ્વર
- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - 'સામ બહાદુર' - સુબ્રત ચક્રવર્તી અને અમિત રે 
- બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - 'સામ બહાદુર' - સચિન લવલેકર, દિવ્યા ગંભીર અને નિધિ ગંભીર
- બેસ્ટ સિનેમેટોગ્રાફી - 'થ્રી ઓફ અસ' - અવિનાશ અરુણ ધવરે 
- બેસ્ટ કોરિયોગ્રાફી - 'વોટ ઝુમકા' - ગણેશ આચાર્ય 
- બેસ્ટ એક્શન - 'જવાન' - સ્પિરો રઝાટોસ, એનેલ અરાસુ, ક્રેગ મેક્રે, યાનિક બેન, કેચા ખામ્ફકડી અને સુનીલ રોડ્રિગ્ઝ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ