બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / બિઝનેસ / સરકારી નોકરી નથી મળતી? તો આ રીતે ગધેડીના દૂધમાંથી કરો ઘોડા જેવી કમાણી, આવક જશે લાખોમાં
Last Updated: 04:38 PM, 8 May 2024
ગુજરાતના પાટણ જિલ્લાના રહેવાસી ધીરેન સોલંકીને જ્યારે પોતાની ઈચ્છા અનુસાર નોકરી ન મળી તો તેમણે પોતાનો ધંધો શરૂ કરવાનો નિર્ણય કર્યો. ગાય-ભૈસના દૂધ જ્યાં 60થી 65 રૂપિયા લીટર વેચાય છે ધીરેને દૂધનો જ અનોખો બિઝનેસ પસંદ કર્યો. 5000થી 7000 રૂપિયે લીટર વેચાતુ ડોન્કી મિલ્ક વેચવાનું કામ શરૂ કર્યું. આ દૂધથી તેમણે 2.5 કરોડનો વેપાર ઉભો કરી લીધો છે. આજે વર્લ્ડ કોન્ડી ડે પર જાણો ધીરેન ભાઈના આ અનોખા બિઝનેસ આઈડિયા વિશે.
ADVERTISEMENT
ઈચ્છા અનુસાર નોકરી ન મળી તો ખરીદી લીધા ગધેડા
ADVERTISEMENT
ધીરેન અભ્યાસ પુરો કરી નોકરી કરવા માંગતા હતા. ઘણી જગ્યા પર ઈન્ટરવ્યૂ પણ આપ્યા. પરંતુ ઈચ્છા અનુસાર નોકરી ન મળી. જ્યાં મળી ત્યાં સેલેરી એટલી ન હતી કે તે પોતાનો ખર્ચ પુરો કરી શકે. એવામાં ધીરેનભાઈએ થોડી લોન અને અમુક સેવિંગના પૈસાથી ગધેડા ખરીદી લીધા.
ગધેડીના દૂધમાંથી દર મહિને 3 લાખની કમાણી!
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 21, 2024
પાટણ જિલ્લાના મણુંદ ગામે રહેતા અને વ્યવસાયે શિક્ષક એવા ધીરેન સોલંકીએ 42 ગધેડા સાથે શરૂ કર્યું ફાર્મ, એક લિટર દૂધનો ભાવ 5,000 રૂપિયા, દક્ષિણના રાજ્યોમાં ગધેડીના દૂધ સપ્લાય દ્વારા દર મહિને કરે છે 2 થી 3 લાખ રૂપિયાની કમાણી#Patan #Donkey… pic.twitter.com/yzTFL4SMCk
હકીકતે તેમણે ગધેડાના દૂધના બિઝેનેસ વિશે ખૂબ સાંભળ્યું હતું. દક્ષિણ ભારતમાં ડોન્કી ફાર્મનું ખૂબ જ ચલણ પણ છે. તેમણે ત્યાંથી ડોન્કી ફાર્મ વિશે સંપૂર્ણ જાણકારી ભેગી કરી અને પોતાના ગામ જઈને 20 ગધેડા ખરીદી લીધા.
5થી 7 હજાર રૂપિયા લીટર ડોન્કી મિલ્ક
ધીરેને શરૂઆતમાં 20 ગધેડા ખરીદ્યા. 22 લાખના ખર્ચથી તેમણે ફાર્મ હાઉસ બનાવ્યું અને લગભગ 43 માદા ગધેડાને પાળવાનું શરૂ કર્યું. શરૂઆતના ચાર-પાંચ મહીનામાં કંઈ ખાસ ન મળ્યું. પરંતુ ધીરેને હાર ન માની અને કામ કરતા રહ્યા.
વધુ વાંચો: આ દેશમાં જવા માટે ભારતીયોને વિઝાની જરૂર નહીં પડે, માત્ર કરવું પડશે આ કામ
ડોન્કી મિલ્ક ગાય-ભેંસના દૂધના મુકાબલે 70 ગણુ વધારે મોંઘુ હોય છે. જ્યાં ગાય-ભેંસનું દૂધ 60થી 65 રૂપિયા લીટર મળે છે ત્યાં જ ગધેડાનું દૂધ 5000 રૂપિયે લીટર વેચાય છે. ડોન્ડી મિલ્કના કારણે તે હવે દર મહિને 3થી 4 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT