બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ધર્મ / અમદાવાદ / મહેમદાવાદના ભુમાપુરામાં સ્વયંભૂ પ્રગટ થઈ હનુમાનદાદાની મૂર્તિ, 50 વર્ષથી પ્રગટી રહ્યો છે અખંડ દીવો

દેવ દર્શન / મહેમદાવાદના ભુમાપુરામાં સ્વયંભૂ પ્રગટ થઈ હનુમાનદાદાની મૂર્તિ, 50 વર્ષથી પ્રગટી રહ્યો છે અખંડ દીવો

Last Updated: 11:15 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેમદાવાદના ભુમાપુરામાં સ્વયંભૂ પ્રગટ થઈ હનુમાનદાદાની મૂર્તિ, 50 વર્ષથી પ્રગટી રહ્યો છે અખંડ દીવો

મહેમદાવાદ તાલુકાના ભુમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર આવેલુ છે, મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી
ભગવાન હનુમાનજીને શક્તિનુ પ્રતીક માનવામાં આવે છે. કળીયુગમાં ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર શ્રી હનુમાનજીની સૌથી વધુ પૂજા કરવામાં આવે છે. તેથી હનુમાનજીને કળીયુગના જીવંત દેવતા પણ માનવામાં આવે છે. મહેમદાવાદ તાલુકાના ભુમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર આવેલુ છે. મંગળવારે અને શનિવારે પવનપુત્ર હનુમાનજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.

મહેમદાવાદના ભુમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર

મહેમદાવાદ તાલુકાના ભુમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર આવેલુ છે. અમદાવાદ થી ૩૫ કિલોમીટરના અંતરે દાદાનુ ચમત્કારિક મંદિર આવેલુ છે. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. મંદિરના પુજારી   ભગત બાપુ હનુમાનજીની ખુબ સેવા કરતા હતા એક દિવસ હનુમાન દાદા સ્વપ્નમાં આવીને ભગત બાપુને દર્શન આપ્યા અને કહ્યું માંગો ભગત બાપુ ત્યારે બાપુએ કહ્યું આપના દર્શન કરાવો મારે તમને જોવા છે. ત્યારે હનુમાન દાદા મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા અને ભગત બાપુને દર્શન આપ્યા.

મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ

હનુમાનદાદાના મંદિરમાં દર્શને આવતા ભકતોની મનોકામના પુર્ણ થતી હોવાની માન્યતા રહેલી છે.મંદિર પાસે ૨૦૦ વર્ષ જુનું વડનું ઝાડ આવેલ છે. વિશાળ વડનું ઝાડ મંદિરની શોભા વધારે છે. મંદિરે આવતા ભક્તો સંતાન પ્રાપ્તિ સહિતની મનોકામના લઈ દૂરદૂરથી મંદિરે દર્શનાર્થે આવે છે. અમદાવાદ, ખેડા, વડોદરા, રાજકોટ અને ગુજરાતના વિવિધ   સ્થળોએથી ભકતો મંદિરે આવીને હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
મંદિરના પટાંગણમાં 24 કલાક અખંડ દીવો ચાલે છે જે દીવો ચમત્કારિક હોવા સાથે દુઃખ દર્દ દૂર કરવામાં રામબાણ સમાન માનવામાં આવે છે. 40 કે 50 વર્ષથી આ દીવો   સતત ચાલતો આવે છે. ભાવિકો દીવાના દર્શન કરીને પણ ધન્યતા અનુભવે છે.

હનુમાનજી કળીયુગના જીવંત દેવતા

પવનપુત્ર હનુમાનજીના મંદિરે શનિવાર તેમજ મંગળવારના દિવસે ભકતોની ભારે ભીડ જામે છે. તો હનુમાન જયંતિ, અમાસ, પૂનમ સહિતના દિવસોએ મંદિરમાં ભજન, હવન, કીર્તન, યજ્ઞ, ભંડારો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને આ કાર્યક્રમોનો ભાવિક ભકતો લાભ લેવા અચૂક મંદિરે આવે છે. દાદાના મંદિરે દર શનિવારે ભંડારો રાખવામાં આવે છે ભંડારામાં પણ દૂરદૂરથી યુવાનો અને વડીલો મંદિરે સેવા આપવા આવી શ્રમદાન કરીને ધન્ય થાય છે.

શ્રદ્ધાળુઓ હનુમાનજીના આશીર્વાદ મેળવી ધન્ય થાય છે

હનુમાનજીની મૂર્તિનુ દિવ્ય સ્વરૂપ હજરાહજુર હોવાનો આહેસાસ કરાવે છે. દર્શન માટે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ કરવા સાથે તેઓના અટકેલા કામો પણ થતા હોવાની આશા લઈને આવતા ભક્તો ક્યારેય પણ વીલા મોઢે મંદિરથી પરત ફરતા નથી. મંદિરમાં દર મંગળવાર અને દર શનિવારે ભંડારો કરવામાં આવે છે. જેમાં 2000 જેટલા લોકો પ્રસાદ લે છે. અને મંદિરમાં ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. હનુમાનજીને ચિરંજીવી દેવ માનવામાં આવે છે, રામાવતાર અને કૃષ્ણ અવતારમાં બંને વખતે આ ધરતી પર ભગવાન પધારેલા છે. તેવા પુરાણોમાં ઉલ્લેખ છે. કળીયુગના જીવતા જાગતા દેવ હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા વર્ષો જૂની છે ભાવિકભક્તો ત્રણ ત્રણ પેઢીથી નિયમિત દાદાના દર્શને આવી કુટુંબની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હનુમાનજીના આશીર્વાદ મેળવી ધન્ય થાય છે.

શનિવાર અને મંગળવારે સુંદરકાંડના પાઠનું પઠન

સવાર સાંજ આરતી અને શનિવાર, મંગળવારે સુંદરકાંડના પાઠનું પઠન ભીડભંજન હનુમાનજીના મંદિરે ભક્તિમય વાતાવરણનુ સર્જન કરે છે. કોરોનાકાળમાં પરંપરા અનુસાર ભક્તો અને સમાજની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ભક્તો દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે. સુંદરકાંડનુ મહાત્મ્ય પણ અનેરુ છે. ભીડભંજન હનુમાનજીના મંદિરમાં વર્ષોથી સુદરકાંડના પાઠ અવિરત ચાલી રહ્યા છે.હનુમાનજી દાદાના મંદિરથી નજીક ગણપતિદાદાના દર્શને આવતા ભાવિકભક્તો ભૂમાપુરા પણ અચુક દર્શન કરવા આવે છે અને દાદાના દર્શન કરી ધન્ય થાય છે. ભૂમાંપુરા હનુમાનજીના મંદિર પરિસરમાં શિવલિંગ પૂજા, રામ લક્ષમણસીતાની મૂતિ, માં અંબાની મૂર્તિ અને શનિદેવની પણ સ્થાપના કરવામાં આવી છે. કળિયુગમાં ચિરંજીવી દેવ હનુમાનજીના ભક્તોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભૂમાંપુરા હનુમાનજીનુ મંદિર હનુમાન ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યુ છે અને ભગવાન રામના ભક્ત હનુમાનજી ભાવિકોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ