બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ભારત / 'મૈ શેરની હું શેરની..' અચાનક અડધી રાત્રે પ્રિયંકા ગાંધી પહોંચી રાયબરેલી, જોશીલું ભાષણ વાયરલ

ચૂંટણી 2024 / 'મૈ શેરની હું શેરની..' અચાનક અડધી રાત્રે પ્રિયંકા ગાંધી પહોંચી રાયબરેલી, જોશીલું ભાષણ વાયરલ

Last Updated: 05:58 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં ઉતર્યા છે. જે ભાઈ રાહુલ ગાંધી માટે અડધી રાત્રે રાયબરેલી પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીમાં રાહુલ ગાંધી માટે પ્રચાર કર્યો હતો.

સમગ્ર દેશ ચૂંટણીના રંગમાં રંગાયો છે. લોકસભા ચૂંટણીના 7 તબક્કામાંથી 3 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં બાકી બેઠકો માટે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં ઉતર્યા છે. જે ભાઈ રાહુલ ગાંધી માટે અડધી રાત્રે રાયબરેલી પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીમાં રાહુલ ગાંધી માટે પ્રચાર કર્યો હતો.

Priyanka-Gandhi---Delhi.jpg

આ જે દેશની મિટ્ટી છે જેના માટે અમારા પરિવારે લોહી રેડ્યું છે. અમે આ દેશના લોકોના અધિકાર માટે લડી રહ્યા છે. આ જે દેશની પરિસ્થિતિ છે તે ઉંડાઈપૂર્વક સમજવી પડશે અને પછી દેશને બચાવવા માટે લડાઈ લડવી પડશે. હવે હું અહિંયાથી ક્યાંય જવાની નથી. હું શેરની છું... શેરની.. 18 તારીખે 5 વાગ્યે ચૂંટણી પંચ મને કહેશે કે હવે તમે પ્રયાર બંધ કરો અને ચાલ્યા જાઓ પછી જ જઈશ. ત્યાં સુધી આપડે મહેનત કરીશું. હું તમારા માટે સમર્પિત છું અને તમે દેશ માટે સમર્પિત છો.

વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તમે બધા જાણો છો કે રાયબરેલી સાથે અમારા પરિવારનો સંબંધ છે. મારી માતા 20 વર્ષ સુધી સાંસદ હતી. તેમણે તમારા માટે જે કરી શક્યું તે કર્યું. સરકાર હોય કે ન હોય અમે કામ કરાવ્યું. હવે માતાએ ભાઈ રાહુલને તમારી પાસે મોકલ્યો છે. તેઓ આ ચૂંટણીમાં ઉમેદવાર છે. રાહુલ ગાંધી પીછેહઠ કરવાવાળા નથી. રાહુલે દેશભરમાં 4000 કિમીનો પ્રવાસ કર્યો છે. તમારી સમસ્યા સમજવા માટે રાહુલ પગપાળા નીકળ્યો હતો. રાહુલ ગાંધી તમને ન્યાય અપાવવા માટે લડી રહ્યા છે. હું પણ અહીં જ રહીશ અને તમારા માટે લડીશ તમારા અધિકારો માટે લડીશ.

વધુ વાંચો : 'કોંગ્રેસના શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો?' તેલંગાણામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

પ્રિયંકા ગાંધીએ ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપનું સમગ્ર તંત્ર રાહુલ ગાંધી વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવામાં લાગેલું છે. તેમણે કહ્યું કે ભાજપે સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. મોદીજીના શાસનમાં મોંઘવારી વધી છે. ઉલ્લેખનિય છે કે પ્રિયંકા ગાંધી રાયબરેલીમાં 12 શેરી સભા કરશે. રાહુલ ગાંધીને મત આપવાની અપીલ કરવા માટે પ્રિયંકા ગાંધી પોતે જ મેદાનમાં ઉતર્યા છે અને ભાજપને ચેલેન્જ આપતા પોતાને શેરની ગણાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ