બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

logo

'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ

logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Vadodara Airport Road is a mythological temple Harni Bhid Bhanjan Temple situated

દેવ દર્શન / ગુજરાતમાં અહીં બિરાજે છે કળીયુગના જીવતા જાગતા દેવ, શ્રી રામની આજ્ઞા સાથે જોડાયેલો છે ઈતિહાસ

Dinesh

Last Updated: 07:15 AM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: વડોદરાના એરપોર્ટ રોડ પર આવેલું હરણી ભીડ ભંજન મંદિર પૌરાણિક મંદિર છે.  હનુમાનજીના મંદિરની  દ્વાપર અને તેત્રા યુગમાં સ્થાપના થયુ હોવાની માન્યતા છે.

વડોદરાના હરણી વિસ્તારમાં મનુષ્ય સ્વરૂપે બિરાજતા હનુમાનજીનું મંદિર આવેલું છે ભક્તોના જીવનમાં આવતી સમસ્યાઓ  દૂર કરતા દેવ ભીડભંજન હનુમાન તરીકે પૂજાય છે દાદાનુ મંદિર તેત્રા યુગમાં સ્થાપયેલું હોવાની માન્યતા છે, વિશ્વામિત્ર ઋષિને મળવા ભગવાન રામ આ સ્થળે આવ્યા અને ઋષિઓને ત્રાસ આપતા દેત્યોના વિનાશ માટે હનુમાનજીને ભગવાન રામે આજ્ઞા કરી હતી. ત્યારથી અહી હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે.

વડોદરામાં ભીડ ભંજનનુ પૌરાણિક મંદિર
વડોદરાના એરપોર્ટ રોડ પર આવેલું હરણી ભીડ ભંજન મંદિર પૌરાણિક મંદિર છે.  હનુમાનજીના મંદિરની  દ્વાપર અને તેત્રા યુગમાં સ્થાપના થયુ હોવાની માન્યતા છે. રામાયણ અને મહાભારતમાં  ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામ બંને પધાર્યા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. વિશ્વામિત્ર ઋષિને મળવા ભગવાન રામ અહી આવ્યા અને ઋષિઓને ત્રાસ આપતા દેત્યોના વિનાશ માટે હનુમાનજીને અહિ રહેવા માટે આજ્ઞા કરી ત્યારથી અહી હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે. મંદિરના દ્વાર સવારના પાંચ વાગે ખુલે છે અને રાતના બાર વાગ્યા સુધી દર્શનાર્થી દાદાના દર્શનનો લાભ લેય છે, દિવસ દરમ્યાન હજારો ભાવિકો હનુમાનજીના દર્શન કરી ધન્ય થાય છે.

અવિરત ચાલી રહ્યા છે સુદરકાંડના પાઠ
હનુમાનજીના મંદિરમાં દાદાની પ્રતિમા વાનર સ્વરુપે હોય છે પણ ભીડભંજન હનુમાન દાદાના મંદિરમાં તેમની પ્રતિમા મનુષ્ય સ્વરુપે છે એટલે ભીડ ભંજન હનુમાન મંદિર દેશના બીજા હનુમાન મંદિરો કરતા અલગ છે. સ્કંધ પુરાણ શ્ર્લોકોના આધારે કહેવાય છે કે અનંત કોટી વર્ષ સુધી વિશ્વામિત્રી નદીના કિનારે રહેવા હનુમાનજીને આજ્ઞા કરવામાં આવી છે અને વીર હનુમાન બિરાજમાન છે, ભક્તોની કષ્ટરૂપી ભીડને દૂર કરતા હોવાથી ભીડભંજન હનુમાનદાદા નામ પડ્યું છે. શ્રી રામ ભગવાનની અગિયાર બ્રહ્મવર્ષ સુધી આ સ્થળ પર મુકામ કરવાની આજ્ઞાને અનુસરી દાદા ભક્તોની રક્ષા કરી રહ્યા છે.

કળીયુગના જીવતા જાગતા દેવ 
વર્ષો પહેલાં વડોદરાની ભાગોળે જંગલ વિસ્તાર એટલે હરણી ગામ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી હનુમાન મંદિરની જગ્યા હાલ વડોદરા શહેરમાં આવી ગઈ છે શહેરનો વિસ્તાર વધતા ભાવિકભક્તોની સંખ્યા પણ વધી છે. વડોદરા અને દેશના અન્ય રાજ્યમાંથી આવીને વડોદરામાં વસતા શહેરવાસીઓ હનુમાનજી દાદાના સુંદરકાંડમાં બેસે છે ત્યારે તેમને હનુમાનજીનો સાક્ષાતકાર થાય છે. હનુમાનજીને  ચિરંજીવી દેવ માનવામાં આવે છે, રામાવતાર અને કૃષ્ણ અવતારમાં બંને વખતે આ ધરતી પર ભગવાન પધારેલા છે તેવા પુરાણોમાં ઉલ્લેખ છે. કળીયુગના જીવતા જાગતા દેવ હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા વર્ષો જૂની છે ભાવિકભક્તો ત્રણ ત્રણ પેઢી થી નિયમિત દાદાના દર્શને આવી કુટુંબની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હનુમાનજીના  આશીર્વાદ મેળવી ધન્ય થાય છે.

વાંચવા જેવું:  ગુજરાતમાં અહીં ગાયે બતાવ્યા હતા હનુમાનજી, અંગ્રેજ હુકૂમત પણ માથું નમાવતી, ડબ્બો ચઢાવવાનું મહાત્મ્ય

લોકોના કષ્ટ દૂર કરે છે હનુમાનદાદા 
હરણી ભીડ ભંજન હનુમાન મંદિરે ધર્મના પ્રચાર માટે સતત પ્રવૃત્તિ કરવામાં આવે છે ભક્તો માટે હનુમાનજીને તેલ ચડાવવાની સુંદર આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. રોજ દાદાના દર્શન કરવા આવતા ભાવિકોને દાદામાં અતૂટ શ્રદ્ધા અને વિશ્ર્વાસ છે. હનુમાનજીના દર્શને ના આવી શકે તો બેચેન થઈ જવાય અને જો શહેર બહાર ગયા હોય તો દાદા સ્વપ્નમાં દર્શન આપે છે, સાચા ભક્તોની સાચી ભક્તિ અને દાદાની લીલા નિરાળી છે. સવાર સાંજ આરતી અને શનિવાર, મંગળવારે સુંદરકાંડના પાઠનું પઠન ભીડભંજન હનુમાનજીના મંદિરે ભક્તિમય વાતાવરણનુ સર્જન કરે છે. કોરોનાકાળમાં પરંપરા અનુસાર ભક્તો અને સમાજની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આયોધ્યાથી વડોદરા વસેલા ગાયક દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે. સુંદરકાંડનુ મહાત્મ્ય પણ અનેરુ છે. ભીડભંજન હનુમાનજીના મંદિરમાં વર્ષોથી સુદરકાંડના પાઠ અવિરત ચાલી રહ્યા છે.
     ભીડભંજન હનુમાનજીના મંદિર પરિસરમાં શિવલિંગ પૂજા અને શનિદેવની પણ સ્થાપના કરવામાં આવી છે. કળિયુગમાં ચિરંજીવી દેવ હનુમાનજીના ભક્તોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરાના હરણીમાં  આવેલા ભીડભંજન હનુમાન ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે અને ભગવાન રામના ભક્ત હનુમાનજી ભાવિકોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ