બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ચોમાસામાં આ રીતે તમારી કારને રાખો સુરક્ષિત, આ ટિપ્સ નીવડશે ફાયદાકારક

મોન્સૂન ટિપ્સ / ચોમાસામાં આ રીતે તમારી કારને રાખો સુરક્ષિત, આ ટિપ્સ નીવડશે ફાયદાકારક

Last Updated: 12:04 PM, 3 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદ ક્યારેય એકલો નથી આવતો, ભીના રસ્તા, કીચડ, સતત ટ્રાફિક જામ અને બીજી ઘણી સમસ્યાઓ સાથે લઈને આવે છે. એવામાં તમારી કારને કોઈ પરેશાની ન આવે, રસ્તામાં તમે પરેશન ન થઈ જાઓ એ માટે કેટલીક બાબતોની ધ્યાન રાખવું જોઈએ.

ચોમાસું આવી ગયું છે. એવામાં ચોમાસામાં કાર પણ સાફ રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી એ તમારો સાથ આપતી રહે. કારને ચોમાસામાં કોઈ અડચણ વિના ચલાવવા માટે તૈયાર કરવી જરૂરી છે. વરસાદ ક્યારેય એકલો નથી આવતો, ભીના રસ્તા, કીચડ, સતત ટ્રાફિક જામ અને બીજી ઘણી સમસ્યાઓ સાથે લઈને આવે છે. ચોમાસામાં કારમાં નાની-નાની જગ્યાઓએ કીચડ, ગંદકી અને પાણી જમા થવા લાગે છે અને પછી કાર ખરાબ થઈ જાય છે. તો ચાલો આજે જાણીએ કે કારનું કેવું રીતે ધ્યાન રાખવું જોઈએ. આ માટે કેટલીક ખૂબ જ જરૂરી બાબતો છે.

વિઝીબિલીટી વધારવા પર કામ કરો

જ્યારે વરસાદમાં વાહન ચલાવીએ ત્યારે વિઝીબિલીટી ઘણી ઓછી થઈ જાય છે. નબળી વિઝીબિલીટી હંમેશા જોખમી હોય છે. તેથી, ચોમાસું શરૂ થતાંની સાથે, સુનિશ્ચિત કરો કે કારની હેડલાઇટ અને ટેલ-લાઇટ યોગ્ય સ્થિતિમાં હોય. જો નહીં, તો તેમને કાર કંપનીથી નવી લાઇટો લઈને બદલી નાખો જેથી રસ્તા પર વધુ સારી રીતે વિઝીબિલીટી મળે. આ સિવાય કારના વાઇપર બ્લેડ પણ સ્પષ્ટ વિઝીબિલીટી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સુનિશ્ચિત કરો કે તે યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.

car-camera-1

બ્રેક્સ ચેક કરી લો

વરસાદની મોસમમાં રસ્તાઓ ભીના અને લપસણા બની જાય છે. આવા રસ્તાઓ પર, કારની બ્રેક્સ જ તમને બચાવી શકે છે. વરસાદમાં સરખી રીતે કામ કરતી બ્રેકિંગ સિસ્ટમ જરૂરી છે. વરસાદમાં લોંગ ડ્રાઈવ માટે રસ્તા પર નીકળતા પહેલા કોઈપણ લેગ અથવા ઘસાયેલા કમ્પોનન્ટને ચેક કરવા ખૂબ જ જરૂરી છે. જો બ્રેક પેડ ઘસાયેલા હોય, તો તેને બદલી નાખો.

કારમાંથી કાટને સાફ કરો

વરસાદની મોસમમાં, કારની અંડરબોડી પણ પાણીના સંપર્કમાં આવે છે, પછી તે વરસાદને કારણે હોય કે પાણી ભરાયેલા રસ્તાઓને કારણે. જો આને અવગણવામાં આવે તો, તેનાથી કારમાં કાટ લાગી શકે છે. અને પછી કારની બોડીને ગંભીર નુકસાન થઈ શકે છે. આને રોકવામાં એન્ટી-રસ્ટ કોટિંગ ઘણી મદદ કરી શકે છે. માહિતી અનુસાર, ચોમાસામાં કારની સંભાળના ભાગરૂપે એન્ટી-રસ્ટ કોટિંગ કરાવવું જ જોઈએ.

ડોર વાઈઝરનો ઉપયોગ કરો

વરસાદમાં ડ્રાઇવિંગ કરતી વખતે, કેબિનમાં ઘૂસ્તુ વરસાદનું પાણી સૌથી વધુ પરેશાન કરે છે. એટલે સુનિશ્ચિત કરો કે કારના દરવાજાના વાઈઝર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. આનાથી બારીઓ નીચે રાખીને ચોમાસાની મજા માણી શકશો અને વરસાદના પાણીને કારમાંથી બહાર રાખી શકશો.

car-drive-'.jpg

બહારથી પણ કારને સાફ રાખવી જરૂરી

કારના બહારના ભાગને પણ સાફ કરવું ખૂબ જ જરૂરી છે. તેને સાફ કરવા અને ગંદકીથી છુટકારો મેળવવા માટે માઇક્રો-ફાઇબર કાપડનો ઉપયોગ કરી શકાય છે. વિન્ડશિલ્ડ સાફ કરવા માટે, કાર શેમ્પૂનો ઉપયોગ કરી શકાય છે અને ચેક કરી લો કે કાચ પર કોઈ ડાઘ નથી અને બધુ સાફ દેખાય છે.

કેબિન એર ફિલ્ટર PM2.5 બદલો

કારનું કેબિન ફિલ્ટર ધૂળ અને પ્રદૂષકોને રોકે છે અને સુનિશ્ચિત કરે છે કે કારની અંદર શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા મળે. ધૂળના કણોને ફસાવવા માટે ફાઇબરથી બનેલું હોય છે અને લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી, આ ફિલ્ટર ભરાઈ જાય છે. જેનાથી ખરાબ વેન્ટિલેશન, અયોગ્ય એર કન્ડીશનીંગ, દુર્ગંધ વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે. જ્યારે ચોમાસું શરૂ થાય, ત્યારે કેબિન એર ફિલ્ટર ચેક કરાવો. જ્યારે જરૂરી હોય ત્યારે તેને બદલવું યોગ્ય છે.

PROMOTIONAL 13

કાર AC ને જંતુમુક્ત કરો

કારમાં એર કંડિશનર કેબિન એરિયાની અંદર ભેજનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. વિન્ડશિલ્ડ અને બારીઓને ફોગિંગ થવાથી અટકાવે છે. ચોમાસાની ઋતુમાં વધુ પડતા ભેજથી એર કન્ડીશનીંગ સિસ્ટમની અંદર ફૂગ લાગી શકે છે. આવું ન થાય તે માટે AC જંતુનાશકનો ઉપયોગ કરવો જોઈએ. એસી ડક્ટના સેર પેસેજને સાફ કરવા માટે, એસી ઇવેપોરેટર ક્લીનરનો ઉપયોગ કરી શકાય છે.

વધુ વાંચો: ચોમાસામાં ઠંડીથી બચવા કારમાં યુઝ કરી રહ્યાં છો હીટર? તો આટલી બાબતો ખાસ નોટ કરી લેજો

કારની કેબીન ફ્રેશ રાખો

વરસાદમાં ડ્રાઇવિંગ વિશેની સૌથી હેરાન કરનારી બાબત એ છે કે કારમાં ભેજ ઘૂસી જાય છે. કારના ઇન્ટિરિયરને ફ્રેશ અને સુગંધિત રાખવા માટે, હંમેશા કાર પરફ્યુમનો ઉપયોગ કરો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Tips Car Tips Automobile
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ