બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / હવે ઓસ્ટ્રેલિયા ભણવા જવું અઘરું પડશે, ન્યૂઝ વાંચતા જ ભારતીયોને લાગશે ઝટકો

NRI ન્યૂઝ / હવે ઓસ્ટ્રેલિયા ભણવા જવું અઘરું પડશે, ન્યૂઝ વાંચતા જ ભારતીયોને લાગશે ઝટકો

Last Updated: 08:41 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષ 2022 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું. આ સિવાય 1.22 લાખ વિદ્યાર્થીઓ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને આંચકો લાગી શકે છે. હકીકતમાં, તાજેતરમાં જ વડા પ્રધાન એન્થોની અલ્બેનિસની સરકારે સ્ટુડન્ટ વિઝા ફી બમણી કરતાં વધુ કરવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયામાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના ગ્રુપમાં ભારતીયો બીજા સ્થાને છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયન સરકારે માઈગ્રેશન પર નિયંત્રણ માટે આ પગલું ભર્યું છે.

નવી સિસ્ટમ હેઠળ હવે વિદ્યાર્થીઓએ 1600 ઓસ્ટ્રેલિયન ડોલર ચૂકવવા પડશે. આ આંકડો અગાઉ 710 ઓસ્ટ્રેલિયન ડોલર હતો. એટલું જ નહીં, ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝિટલ અને મેરીટાઇમ ક્રૂ વિઝા ધારકો હવે ઓસ્ટ્રેલિયામાં તેમના રોકાણ દરમિયાન વિદ્યાર્થી વિઝા માટે અરજી કરી શકશે નહીં. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને તેની પણ અસર થવાની શક્યતા છે.

PROMOTIONAL 13

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોમ અફેર્સ અને સાયબર સિક્યોરિટી મિનિસ્ટર ક્લેર ઓ'નીલે કહ્યું કે, 'આજે અમલમાં આવી રહેલા ફેરફારો આપણી આંતરરાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીની અખંડિતતાને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે અને એક એવી માઈગ્રેશન સિસ્ટમ બનાવવામાં મદદ કરશે જે નિષ્પક્ષ હશે, ટૂંકી હશે અને ઓસ્ટ્રેલિયા માટે સારા પરિણામો આપનાર હશે.'

વધુ વાંચો: હવે સરળતાથી મળી જશે જર્મનીની નાગરિકતા, ભારતીયોને થશે સીધો જ ફાયદો, જાણો વિગત

અહેવાલ છે કે ઓસ્ટ્રેલિયન સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કે માત્ર જેન્યુઈન વિદ્યાર્થીઓને જ વિઝા મળી શકે અને દેશની અર્થવ્યવસ્થાને મદદ કરી શકે. સરકારી આંકડા દર્શાવે છે કે 2022માં ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થાઓમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતી. આ સિવાય જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023 સુધીમાં 1.22 લાખ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા હતા.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Student Visa Australia NRI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ