બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ભારતના દુશ્મનને પંપાળવો પાકિસ્તાનને મોંઘુ પડ્યું, આતંકી જેલ તોડીને ફરાર, સાથે 18 કેદીઓને પણ ભગાડ્યાં

સુરક્ષામાં ચૂક / ભારતના દુશ્મનને પંપાળવો પાકિસ્તાનને મોંઘુ પડ્યું, આતંકી જેલ તોડીને ફરાર, સાથે 18 કેદીઓને પણ ભગાડ્યાં

Last Updated: 11:25 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં મોસ્ટ વોન્ટેડ એક આતંકી પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની જેલમાં બંધ હતો, જે સુરક્ષા ગાર્ડ પર હુમલો કરીને બીજા 18 ખતરનાક કેદીઓને લઈને જેલમાંથી ભાગી ગયો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ની એક જેલમાં સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. સુરક્ષા ગાર્ડ પર હુમલો કરીને 19 ખતરનાક કેદીઓ અહીંની જેલમાંથી ભાગી ગયા હતા. સોમવારે ઘટનાક્રમના આ ક્રમ વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ફરાર કેદીઓમાંથી છને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે.

Pok.jpg

સાથે જ ભારતમાં મોસ્ટ વોન્ટેડ એક આતંકી પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની જેલમાં બંધ હતો. હવે તે જેલ તોડીને ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. 'જેલ બ્રેક'ની આ ઘટના મંગળવારે પુંછની રાવલકોટ જિલ્લા જેલમાં બની હતી. આ ઘટનામાં 19 કેદીઓ નાસી છૂટ્યા હતા, જેમાંથી કેટલાક ગંભીર ગુનાઓમાં સજા કાપી રહ્યા હતા.

આ ઘટનાનો એક વીડીઓ પણ સામે આવ્યો છે, જેમાં પીઓકેના રાવલકોટમાં જેલ બ્રેક બાદ તમામ ખતરનાક આતંકવાદીઓ એક પછી એક ભાગવા લાગ્યા હતા. જેલની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં આતંકવાદીઓનો જેલમાંથી ભાગી જવાનો વીડિયો કેદ થયો છે.

Website Ad 3 1200_628

આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આતંકીઓ જેલમાંથી ચૂપચાપ ભાગી રહ્યા છે. જોકે, આતંકીઓ ભાગી જાય તે પહેલા પોલીસને તેનો હવાલો મળી ગયો હતો. પોલીસે કેદીઓને પકડવા ભારે પ્રયાસ કર્યો હતો. પરંતુ આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ ફાયરિંગમાં એક આતંકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જેની ઓળખ ખય્યામ સઈદ તરીકે થઈ હતી.

વધુ વાંચો: અબુધાબી બાદ હવે મોસ્કોમાં બનશે હિન્દુ મંદિર, PM મોદીના પ્રવાસ પહેલા રશિયામાં યોજાઇ મહત્વની બેઠક

આ મામલો PoKના રાવલકોટનો છે. PoK પોલીસે જેલમાંથી ફરાર આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. આ સાથે આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 19 આતંકવાદીઓની શોધ ચાલી રહી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જો કે હજુ સુધી કોઈ આતંકવાદી પકડાયાના સમાચાર નથી.

એવું માનવામાં આવી રહ્યું છે કે કેદીઓને ભગાડવાનો માસ્ટરમાઈન્ડ ગાઝી શહજાદ છે જે જેલમાં ટ્રાયલ પર હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાઝી શહઝાદ પ્રતિબંધિત સંગઠનનો સભ્ય છે અને તેને ભારતે વોન્ટેડ જાહેર કર્યો છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rawalkot Jail Break PoK Jail Break Pakistan Occupied Kashmir Pok
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ