બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મોટી ચૂક ! 'આઉટ નહોતો ડેવિડ મિલર, બાઉન્ડ્રીને સ્પર્શ્યો હતો સૂર્યનો પગ'

વિવાદના વમળ / T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મોટી ચૂક ! 'આઉટ નહોતો ડેવિડ મિલર, બાઉન્ડ્રીને સ્પર્શ્યો હતો સૂર્યનો પગ'

Last Updated: 05:03 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં ડેવિડ મિલરનો સૂર્યકુમાર યાદવે ઝડપેલો કેચ વિવાદમાં આવ્યો છે.

ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં સૂર્યકુમાર યાદવે ડેવિડ મિલરના ઝડપાયેલા કેચે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. લોકોને હવે આ કેચ ખોટો હોવાનું લાગી રહ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ વાતની સાબિતી મળતી હોવાનું કહેવાઈ રહ્યું છે. હકીકતમાં ડેવિડ મિલરના સૂર્યકુમારે ઝડપેલા કેચને કારણે જીતની બાજી ભારતના પક્ષમાં પલટાઈ ગઈ હતી પરંતુ હવે સૂર્યકુમારના કેચ પર વિવાદ ઉઠવા લાગ્યો છે.

સૂર્યકુમારનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી રહ્યો હતો

હવે આ કેચને લઈને સોશિયલ મીડિયા પર ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે કે સૂર્યકુમારનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી રહ્યો હતો અને આવી સ્થિતિમાં જો આ બોલ પર સિક્સર વાગી હોત તો ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત હતી. તે પણ શક્ય છે કે આ વીડિયોમાં કોઈ ચેડાં કરવામાં આવ્યાં હોય કારણ કે તે સમયે થર્ડ અમ્પાયરે તેને ઘણા એંગલથી ચેક કર્યું હતું.

વધુ વાંચો : બુરારી 2.0 : એ જ દિવસ અને એ જ તારીખ, હવે MPના ઘરમાં ફંદા પર લટકતાં મળ્યાં 5 લોકો

છેલ્લી ઓવરમાં શું બન્યું

દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી. હાર્દિક પંડ્યાના પહેલા જ બોલ પર ડેવિડ મિલરે બેટ સ્વિંગ કર્યું અને બોલ હવામાં ઉડી ગયો. આવી સ્થિતિમાં, જો કે સૂર્યકુમાર યાદવ બાઉન્ડ્રીની બહાર ડગમગી ગયો હતો, પરંતુ તેણે બોલને હવામાં ઉછાળ્યો અને ફરીથી બાઉન્ડ્રીની અંદર આવીને કેચ પકડ્યો. મેચમાં, થર્ડ અમ્પાયરે ઘણા એંગલથી કેચને જોયો અને પછી મિલરને આઉટ આપવાનો નિર્ણય કર્યો. એક વ્યક્તિએ એવો પણ દાવો કર્યો હતો કે કેચ પકડવામાં આવે તે પહેલાં બાઉન્ડ્રીને સહેજ પાછળ ધકેલી દેવામાં આવી હતી, પરંતુ તેના કોઈ પુરાવા સામે આવ્યા નથી. પરંતુ આઈસીસીના નિયમો કહે છે કે જો કોઈ વસ્તુ દ્વારા બાઉન્ડ્રી ચિહ્નિત કરવામાં આવે તો તેને સીમા ગણવામાં આવશે, તેની નીચેની સફેદ રેખા નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 David Miller catch Suryakumar Yadav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ