બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 12 દિવસ બાદ મંગળ જીવનમાં 'મંગળ' કરશે! આ લોકોને ઘી કેળાં, આવક ધરખમ વધશે

રાશિફળ / 12 દિવસ બાદ મંગળ જીવનમાં 'મંગળ' કરશે! આ લોકોને ઘી કેળાં, આવક ધરખમ વધશે

Last Updated: 08:18 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુલાઈ મહિનામાં ગ્રહોનો અધિપતિ મંગળ મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.

Mangal Gochar July 2024 Vrish Rashi : જુલાઈ મહિનામાં ગ્રહોનો અધિપતિ મંગળ મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે વૃષભ સહિત કેટલીક રાશિઓને ખૂબ જ શુભ પરિણામ મળશે.

જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ઉર્જા, હિંમત, બહાદુરી અને આત્મવિશ્વાસનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં મંગળની સ્થિતિ શુભ હોય ત્યારે વ્યક્તિ શક્તિશાળી અને હિંમતવાન બને છે. સમસ્યાઓનો હિંમતપૂર્વક સામનો કરવામાં સક્ષમ છે. સાથે જ મંગળની અશુભ સ્થિતિના કારણે લોકોને જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જુલાઈ મહિનામાં લગભગ 51 દિવસ પછી ગ્રહોનો સેનાપતિ મંગળ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. દ્રિક પંચાંગ મુજબ 12 જુલાઈએ સાંજે 07:12 કલાકે મંગળ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં જશે અને 26 ઓગસ્ટ સુધી આ રાશિમાં હાજર રહેશે. જેની 12 રાશિઓ પર પણ શુભ અને અશુભ પ્રભાવ પડશે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, મંગળનું વૃષભ રાશિમાં સંક્રમણથી કેટલીક રાશિઓને ઘણો ફાયદો થશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે...

Astrology11

વૃષભ રાશિ : મંગળનું ગોચર વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થશે. આ સમયગાળા દરમિયાન આવક વધારવાની નવી તકો મળશે. કરિયરના પડકારોનો આત્મવિશ્વાસ સાથે સામનો કરશો. ઓફિસમાં તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. કાયદાકીય બાબતોમાં વિજય મળશે. ફસાયેલા નાણા પરત મળશે. આ મહિને તમે દેવું ચૂકવવામાં સફળ રહેશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમને તમારા કામના ઇચ્છિત પરિણામ મળશે.

Website Ad 1200_1200 2

સિંહ રાશિ: મંગળના વૃષભ રાશિમાં પ્રવેશને કારણે સિંહ રાશિના લોકોને ખૂબ જ શુભ પરિણામ મળશે. જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળશે. નાણાનો પ્રવાહ વધશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે. કેટલાક લોકોને વિદેશમાં કામ કરવાની ઓફર મળી શકે છે. કરિયરમાં સફળતાનો માર્ગ સરળ રહેશે. પૈસા કમાવવાની નવી તકો મળશે. સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો.

વધુ વાંચોઃ શનિદેવ કુંભમાં થશે વક્રી, ત્રણ રાશિના લોકો માટે સર્જાશે ધન લાભના યોગ

કુંભ રાશિ: મંગળ ગોચર કુંભ રાશિવાળા લોકો માટે કલ્યાણકારી બની રહેશે. ઉર્જા અને આત્મવિશ્વાસ વધશે. તમને બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થશે. કરિયર સાથે જોડાયેલા ઘણા મોટા નિર્ણયો લેશો. આવકના નવા સ્ત્રોત બનશે. વાણીમાં મધુરતા રહેશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. શૈક્ષણિક કાર્યમાં તમને અપાર સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ સમય રહેશે. કરિયરમાં આવતા અવરોધો સમાપ્ત થશે. પૈસા બચાવવાની નવી તકો મળશે.

(નોધ: અમે દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. આને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.)

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rashifal 2024 Mangal Gochar 2024 Mangal Gochar 2024 Effects
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ