બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / બાઇકમાં પેટ્રોલ ભરાવતી વખતે આટલી બાબતોનું રાખો ધ્યાન, એક ભૂલ પણ પડી શકે છે મોંઘી

બાઈક ટિપ્સ / બાઇકમાં પેટ્રોલ ભરાવતી વખતે આટલી બાબતોનું રાખો ધ્યાન, એક ભૂલ પણ પડી શકે છે મોંઘી

Last Updated: 03:02 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યંગસ્ટર્સમાં બાઈકનો ખૂબ ક્રેઝ છે. પરંતુ બાઉકમાં જ્યારે પેટ્રોલ ભરાવા જાઓ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતા તો તમને આ ભૂલો મોંઘી પડી શકે છે.

બાઇક રાઇડિંગમાં જોરદાર રોમાંચ આવે છે. પરંતુ જો તમે બાઇક ચલાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતા તો તમારી સાથે કોઈ દુર્ઘટના ઘટી શકે છે. એવામાં તમે જ્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જાઓ છો ત્યારે પણ કેટલીક સાવચેતી રાખવી જરૂરી બની જાય છે. નહીં તો અહીંયા કરેલી ભૂલ તમારા બાઇક અને તમને ગંભીર રીતે નુકશાન પહોંચાડી શકે છે.

પેટ્રોલનું ઓક્ટિંગ રેટિંગ


બાઈકમાં હંમેશા યોગ્ય માત્રાનું ઓક્ટિંગ રેટિંગવાળું પેટ્રોલ ભરાવો. ઓછા ઓક્ટિંગ રેટિંગવાળું પેટ્રોલ એન્જિનને નુકશાન પહોંચાડી શકે છે. તો વધૂ ઓક્ટિંગ રેટિંગવાળા પેટ્રોલથી પણ પૈસા બરબાદ થાય છે.

ટેન્ક ઓવરફ્લો

બાઈકમાં પેટ્રોલ ભરાવતી વખતે ક્યારેય ટેન્કને પુરેપુરુ ભરાવાની કોશિશ ન કરો. ટેન્કમાં થોડી જગ્યા ખાલી રાખો. જેથી પેટ્રોલની બાષ્પ બહાર નીકળી શકે.

ધૂમ્રપાન ન કરવું

પેટ્રોલ પંપ પર જ્યારે પેટ્રોલ ભરાવા જાઓ ત્યારે ક્યારેય ધૂમ્રપાન ન કરો. પેટ્રોલ ખૂબ જ્વલનશીલ હોય છે. તેની નાની ચિંગારીથી પણ મોટો વિસ્ફોટ થઈ શકે છે.

એન્જિન ચાલુ રાખવું

પેટ્રોલ ભરાવતી વખતે અનેક લોકો બાઇકનું એન્જિન ચાલુ રાખે છે. પરંતુ તેનું એન્જિન બંદ રાખવું. તેનાથી આગ લાગવાનો ખતરો ઘટી જાય છે

ફોન પર વાત કરવી

પેટ્રોલ ભરાવતી વખતે ક્યારેય ફોન પર વાતચીત ના કરો. તેનાથી તમારું મન વિચલિત થઈ શકે છે. આગ લાગવાનો ખતરો પણ પેદા કરી શકે છે.

કચરો ન ફેલાવો 

પેટ્રોલ પંપ પર કચરો ન ફેલાવવો. આ કચરો પેટ્રોલના ટેન્કમાં જઈ શકે છે. જેનાથી તમારા બાઇકના એન્જિનને નુકશાન થઈ શકે છે.

ઉતાવળ ન કરો

જ્યારે પેટ્રોલ ભરાવા જાઓ ત્યારે ઉતાવળ ન કરો. ઉતાવળના કારણે કેટલીક ભૂલો થઈ શકે છે. જેનાથી વાહનને નુકશાન થઇ શકે છે. આ બધી સાવધાની રાખીને તમે બાઇકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકો છો. 

આ બાબતનું પણ ધ્યાન રાખો

હંમેશા પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય પેટ્રોલ પંપ પરથી જ પેટ્રોલ ભરાવો. પેટ્રોલ ભરાવ્યા બાદ બિલ માંગો. પેટ્રોલ પુરાવ્યા બાદ બાઈકમાં કોઈ સમસ્યા જોવા મળે તો મિકેનીકનો સંપર્ક કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Petrol Pump Bike Tips Automobile
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ