બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિદેશમાં રહેતા ભારતીયોએ ખોલ્યો દેશ માટે પટારો, એકસાથે 120 અરબ ડૉલર મોકલ્યાં સ્વદેશ

NRI ન્યૂઝ / વિદેશમાં રહેતા ભારતીયોએ ખોલ્યો દેશ માટે પટારો, એકસાથે 120 અરબ ડૉલર મોકલ્યાં સ્વદેશ

Last Updated: 10:19 AM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, વિદેશોથી મોકલવામાં આવેલી રકમ (રેમિટન્સ) મેળવનારા ટોચના પાંચ દેશોમાં ચીન ($50 બિલિયન), ફિલિપાઇન્સ ($39 બિલિયન) અને પાકિસ્તાન ($27 બિલિયન) સામેલ છે.

વિદેશોથી સ્વદેશ મોકલવામાં આવેલી રકમ (રેમિટન્સ)ના મામલે ભારતે મજબૂત હાજરી નોંધાવી છે. વિદેશમાં રહેતા ભારતીયોએ ગયા વર્ષે એટલે કે 2023માં 120 બિલિયન ડોલર વતન મોકલ્યા. આ મેક્સિકોને સમાન સમયગાળામાં મળેલા $66 બિલિયનની સરખામણીમાં લગભગ બમણો આંકડો છે. માહિતી અનુસાર, વિશ્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. ચીન ($50 બિલિયન), ફિલિપાઇન્સ ($39 બિલિયન) અને પાકિસ્તાન ($27 બિલિયન) રેમિટન્સ પ્રાપ્ત કરનારા ટોચના પાંચ દેશોમાં સામેલ છે.

વર્ષ 2023માં થયો 7.5 ટકાનો વધારો

અહેવાલ અનુસાર, વિશ્વ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2021-2022 દરમિયાન મજબૂત વૃદ્ધિ પછી, 2023માં સત્તાવાર રીતે બહારથી મોકલવામાં આવેલા પૈસા અથવા રેમિટન્સ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો (LMIC)માં ઓછા રહ્યા અને તે 656 અબજ ડૉલર સુધી પહોંચી ગયા. ભારતના કિસ્સામાં, 2023 માં રેમિટન્સ 7.5 ટકા વધીને $120 બિલિયન થયું. આ યુએસમાં ઘટી રહેલા ફુગાવા અને મજબૂત શ્રમ બજારોના ફાયદા જણાવે છે.

PROMOTIONAL 10

ભારતમાંથી કુશળ ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકા પ્રાથમિકતા

રિપોર્ટ અનુસાર ભારતમાંથી કુશળ ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકા સૌથી મોટું ડેસ્ટિનેશન છે. આ ઉપરાંત ગલ્ફ દેશો (GCC)માં કુશળ અને અર્ધ-કુશળ કામદારોની માંગની પણ રેમિટન્સ પર સકારાત્મક અસર પડી. પાકિસ્તાનના કિસ્સામાં પણ વિદેશમાં માંગ સારી હતી અને એના કારણે રેમિટન્સ પણ સારી રહી શક્યું હોત, પરંતુ ચુકવણી સંતુલન સંકટ અને આર્થિક મુશ્કેલીઓના કારણે નબળી આંતરિક સ્થિતિને કારણે 2023માં તે 12 ટકા ઘટીને 27 અબજ ડોલર થઈ ગઈ.

વધુ વાંચો: કેનેડા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં એકાએક ઘટાડો, શું ટ્રુડોની નવી નીતિ છે જવાબદાર?

જ્યારે 2022માં તેને 30 અબજ ડોલર મળ્યા હતા. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓ દ્વારા ભારતમાં મોકલવામાં આવેલા રેમિટન્સના સ્ત્રોતની દ્રષ્ટિએ અમેરિકા પછી યુનાઇટેડ આરબ અમીરાત બીજા ક્રમે છે. કુલ રેમિટન્સના 18 ટકા ત્યાંથી પ્રાપ્ત થયા છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

World bank Remittance NRI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ