બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / ઓસ્ટ્રેલિયામાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન, ગુજરાતી સ્ટાર્સ સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજો રહ્યા હાજર

photo-story

18 ફોટો ગેલેરી

PHOTOS / ઓસ્ટ્રેલિયામાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન, ગુજરાતી સ્ટાર્સ સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજો રહ્યા હાજર

Last Updated: 12:23 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ અગાઉ અમેરિકાના 4 સ્થળોએ યોજાયો હતો. ત્યારે આ વર્ષે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું.

1/18

photoStories-logo

1. IGFFની 5મી આવૃત્તિ

ગુજરાતીઓની સાથે હવે ગુજરાતી ફિલ્મો પણ ગ્લોબલ બનતી જાય છે. ત્યારે આ વર્ષે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 ઓસ્ટ્રેલિયાના સિડનીના ઓપેરા હાઉસમાં યોજાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/18

photoStories-logo

2. 28 થી 30 જૂન, 2024 દરમિયાન યોજાયો

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ એટલે કે IGFFની 5મી આવૃત્તિ 28 થી 30 જૂન, 2024 દરમિયાન યોજાઈ રહી છે. આજે આ ફેસ્ટિવલનો છેલ્લો દિવસ છે. ગયા વર્ષે શિકાગોમાં ફિલ્મ ફેસ્ટિવલને અદભૂત સફળતા મળ્યા બાદ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ આ ફેસ્ટિવલની રાહ જોઈ રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/18

photoStories-logo

3. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ફેસ્ટિવલનું આયોજન

આ વર્ષે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના વિવિધ આકર્ષણો અને તેની હાઈ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આ વર્ષે ફેસ્ટિવલ માટે આ જગ્યાની પસંદગી કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/18

photoStories-logo

4. રેડ-કાર્પેટ ઇવેન્ટનું આયોજન ઓપેરા હાઉસ ખાતે

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ની ગ્રાન્ડ ઓપેનિંગ રેડ-કાર્પેટ ઇવેન્ટનું આયોજન આઇકોનિક સિડની ઓપેરા હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/18

photoStories-logo

5. અગાઉ કરાયું હતું અમેરિકામાં આયોજન

અગાઉ વર્ષ 2018 આ ફેસ્ટિવલનું આયોજન અમેરિકાના ન્યૂજર્સીમાં કરવામાં આવ્યું હતું, આ પછી વર્ષ 2019માં પણ અમેરિકાના લોસ એન્જલસમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/18

photoStories-logo

6. અહીં પણ મળ્યો હતો સારો પ્રતિસાદ

આ પછી બે વર્ષના સમયગાળા બાદ વર્ષ 2022માં એટલાન્ટામાં અને વર્ષ 2023માં શિકાગો ખાતે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

7/18

photoStories-logo

7. IGFF એ વૈશ્વિક સ્તરે બનાવી આગવી ઓળખ

વૈશ્વિક સ્તરે IGFF એ એક અનોખી ઓળખ બનાવી છે. આ ફેસ્ટિવલને દર વર્ષે દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. જે આ વર્ષે પણ જોવા મળ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/18

photoStories-logo

8. ફેસ્ટિવલને મળી છે ખૂબ જ લોકપ્રિયતા

આ ફેસ્ટિવલમાં દર વર્ષે લગભગ 5000થી વધુ દર્શકો હાજરી આપે છે, જે એ વાતનું પ્રમાણ છે કે આ ફેસ્ટિવલને ખૂબ જ લોકપ્રિયતા મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/18

photoStories-logo

9. વૈશ્વિક મંચ પર ગુજરાતી સિનેમાનો પ્રચાર

આ દર્શાવે છે કે વૈશ્વિક મંચ પર ગુજરાતી સિનેમાનો કેટલો પ્રચાર થઈ રહ્યો છે. ફિલ્મ ફેસ્ટિવલના ડાયરેક્ટર ફિલ્મ નિર્દેશક ઉમેશ શુકલા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/18

photoStories-logo

10. 2024ની સિઝન માટે જ્યુરી મેમ્બર્સ

આ ઉપરાંત IGFFની 2024ની સિઝન માટે જ્યુરી મેમ્બર્સમાં અભિનેત્રી ગોપી દેસાઈ, લેખક જય વસાવડા, સ્ટોર્મ એશવુડ, ફેસ્ટિવલના સ્થાપક કૌશલ આચાર્યનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/18

photoStories-logo

11. અવિસ્મરણીય સિનેમેટિક અનુભવ

સિડનીમાં IGFFની પાંચમી આવૃત્તિએ સમગ્ર ઓસ્ટ્રેલિયાના દર્શકોને એક અવિસ્મરણીય સિનેમેટિક અનુભવ આપ્યો. સિડની ખાતે યોજાયેલ 3 દિવસીય ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ફિલ્મ રસિકો, ઉદ્યોગ વ્યાવસાયિકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સભ્યો ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા અને ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/18

photoStories-logo

12. 4000 થી વધુ દર્ગુશકોએ આપી હાજરી

સાથે જ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં રહેતા અંદાજે 4000 થી વધુ ગુજરાતીઓ બેસ્ટ ગુજરાતી ફિલ્મોનો આનંદ માણ્યો. આ ફિલ્મ ફેસ્ટિવલ સિડનીના આપેરા હાઉસ ખાતે યોજાનારો દેશની પ્રાદેશિક ભાષાનો પ્રથમ ફિલ્મ ફેસ્ટિવલ બની ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/18

photoStories-logo

13. 11 ફિલ્મોની પસંદગી કરવામાં આવી

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 માટે 11 ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે. જેમાં, બચુભાઈ, બિલ્ડર બોયઝ, ફાટી ને?, હું એને તું, ઇટ્ટા કિટ્ટા, ઝમકુડી, કસૂંબો, લોચા લાપસી, સમંદર, વાર તેહવાર, વેનીલા આઈસક્રીમ જેવી ફિલ્મો સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/18

photoStories-logo

14. કલાકારો સિડની ઓપેરા હાઉસ પહોંચ્યા

સિડનીના ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ કલાકારો સહભાગી બન્યા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓએ હાજરી આપી જેમાં દેવેન ભોજાણી, સિદ્ધાર્થ રાંદેરિયા, પાન નલિન, ઉમેશ શુક્લા, હિતુ કનોડિયા, જય વસાવડા, મલ્હાર ઠાકર, રૌનક કામદાર, માનસી પારેખ, મોનલ ગજ્જર, શ્રદ્ધા ડાંગર, કિંજલ રાજપ્રિયા જેવા કલાકારો સામેલ હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

15/18

photoStories-logo

15. ગ્રાન્ડ ઓપેનિંગ રેડ-કાર્પેટ ઇવેન્ટ

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ની ગ્રાન્ડ ઓપેનિંગ રેડ-કાર્પેટ ઇવેન્ટ પહેલા બધા જ કલાકારો સિડની ઓપેરા હાઉસ પહોંચ્યા હતા, જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા ઓપેરા હાઉસની બહાર પોઝ આપતા જોવા મળ્યા હતા, તો હિતુ કનોડિયા સાથે તેમની પત્ની મોના થિબા અને તેમનો દીકરો જોવા મળ્યા હતા. આ સિવાય ગુજરાતી અભિનેત્રી પણ જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

16/18

photoStories-logo

16. આ કલાકારો રહ્યા હાજર

રેડ-કાર્પેટ ઇવેન્ટમાં મલ્હાર ઠાકર, રૌનક કામદાર, મોનલ ગજ્જર, માનસી પારેખ, કિંજલ રાજપ્રિયા જેવા કલાકારોએ પણ પોઝ આપીને તસવીરો ક્લિક કરાવી હતી. આ ઇવેન્ટ દરમિયાન મલ્હાર ઠાકર શેરવાનીમાં જોવા મળ્યો, તો રોનક કામદાર જેકેટ પહેરીને પહોંચ્યો હતો. હિતુ કનોડિયા સફેદ ટક્સીડોમાં જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

17/18

photoStories-logo

17. અભિનેત્રીઓ દેખાઈ ખૂબ જ સુંદર

કિંજલ રાજપ્રિયા પિંક-રેડ સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ, તો શ્રદ્ધા ડાંગર સફેદ સાડીમાં કોઈ અપ્સરા જેવી દેખાઈ રહી હતી. તો માનસી પારેખે આ ઇવેન્ટ માટે વેસ્ટર્ન આઉટફિટ પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. મોના થિબાએ બ્લેક ગોલ્ડન ગાઉન પહેર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

18/18

photoStories-logo

18. પૂર્ણાહુતિ સ્ટારશિપ ક્રૂઝમાં

જણાવી દઈએ કે આજે ફેસ્ટિવલનો છેલ્લો દિવસ છે અને આ ફેસ્ટિવલની પૂર્ણાહુતિ સિડની હાર્બર ખાતે સ્ટારશિપ ક્રૂઝમાં યોજાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sydney Opera House International Gujarati Film Festival 2024 Entertainment

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ