બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાયાબિટીસના દર્દીઓ આટલા વાગ્યે કરી લેજો ડિનર, મોડું કરશો તો રોકેટ સ્પીડે વધશે સુગર લેવલ

હેલ્થ કેર / ડાયાબિટીસના દર્દીઓ આટલા વાગ્યે કરી લેજો ડિનર, મોડું કરશો તો રોકેટ સ્પીડે વધશે સુગર લેવલ

Last Updated: 09:38 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસમાં સ્વસ્થ અને સંતુલિત આહારની સાથે યોગ્ય સમયે ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે.

How To Control High Sugar: ડાયાબિટીસમાં સ્વસ્થ અને સંતુલિત આહારની સાથે યોગ્ય સમયે ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને રાત્રિભોજનમાં વિલંબથી બ્લડ સુગરમાં ઝડપી વધારો થાય છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં રાત્રિભોજન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં યોગ્ય સમયે હેલ્થી ફૂડ ખાવાથી બ્લડ શુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ મળે છે. મોડા અથવા બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી શુગર લેવલ ઝડપથી વધી શકે છે. તમે આ લેખની મદદથી જાણી શકો છો કે ડાયાબિટીસના દર્દીએ રાત્રે કયા સમયે ખોરાક લેવો જોઈએ.

diabetes

રાત્રિભોજનનો શ્રેષ્ઠ સમય

રાત્રે જમવાનો ચોક્કસ સમય નક્કી નથી પરંતુ ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સૂવાના બે કલાકની અંદર રાત્રિભોજન ખાવું એ સ્થૂળતા અને નબળા બ્લડ સુગર કંટ્રોલ સાથે સંકળાયેલું છે.

આવી સ્થિતિમાં કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાતો ડાયાબિટીસના દર્દીઓને સાંજે 7-9 વાગ્યાની વચ્ચે રાત્રી ભોજનની સલાહ આપે છે. વાસ્તવમાં વહેલું ખાવાથી શરીરને આખી રાત ખોરાક પચવામાં વધુ સમય મળે છે, જે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે.

Early-dinner_0_1

મોડી રાતનું ભોજન ટાળો?

મોડા ખાવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેના કારણે શરીરને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં વધુ સમય લાગે છે. જેને કારણે સવારનું બ્લડશુગર લેવલ નકારાત્મક અસર કરી શકે છે. આ સિવાય વજન વધવાનું અને ઊંઘવામાં તકલીફ થવાનો ખતરો રહે છે.

Website Ad 1200_1200 2

આ વાતોનું પણ ધ્યાન રાખો

રાત્રિભોજનમાં પ્રોટીન અને ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. મીઠા અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું પણ ટાળો. રાત્રે હંમેશા હળવો અને ઝડપથી પચી જાય એવો ખોરાક પસંદ કરવો એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

(Disclaimer: આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. તમે અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.)

સંકળાયેલા મુદ્દાઓ

diabetes control tips Health alart diabetes control foods
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ