બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે 6 જુલાઈથી 5 મેચની T20 સીરીઝ, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ

IND vs ZIM / ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે 6 જુલાઈથી 5 મેચની T20 સીરીઝ, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ

Last Updated: 09:41 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની યુવા ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વેમાં પાંચ મેચોની ટી-20 શ્રેણી રમવાની છે જે 6 જુલાઈથી શરૂ થશે

India tour of Zimbabwe 2024: T20 ક્રિકેટ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પાંચ દિવસ પછી ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 શ્રેણી રમશે. જોકે, આપને જણાવી દઈએ કે, આ તે ટીમ નહીં હોય જેણે વર્લ્ડ કપ જીત્યું હોય. ભારતની યુવા ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વેમાં પાંચ મેચોની ટી-20 શ્રેણી રમવાની છે જે 6 જુલાઈથી શરૂ થશે. આ ટીમનો કેપ્ટન શુભમન ગિલ ભારતીય કેપ્ટન હશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ T20 મેચ 6 જુલાઈએ રમાશે. બીજી T20 મેચ 7 જુલાઈએ અને ત્રીજી T20 મેચ 10 જુલાઈએ તો ચોથી T20 મેચ 13 જુલાઈએ અને પાંચમી અને અંતિમ T20 મેચ 14 જુલાઈએ રમાશે.

Shubhman-Gill-GT-Captain_0

સ્ટ્રીમિંગની વિગતો

ભારત અને ઝિમ્બાબ્વે T20 શ્રેણી અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં પ્રસારિત થશે. ભારતીય ચાહકો સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર લાઈવ મેચ જોઈ શકશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Sony Liv એપ પર જોવા મળશે. જેના માટે તમારે સબસ્ક્રિપ્શન લેવું પડશે. IPL 2024માં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. તેમાં રાયન પરાગ, અભિષેક શર્મા, તુષાર દેશપાંડે, ખલીલ અહેમદ, ધ્રુવ જુરેલ, અવેશ ખાન, મુકેશ કુમાર અને રવિ બિશ્નોઈનો સમાવેશ થાય છે. BCCIએ ઝિમ્બાબ્વેમાં તદ્દન નવા ખેલાડીઓ મોકલવાની જાહેરાત કરી છે

PROMOTIONAL 11

નીતીશ કુમાર રેડ્ડી ઈજાના કારણે બહાર

આઈપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો હિસ્સો રહેલા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીનો પણ આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે હવે તે ઈજાના કારણે ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને શિવમ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

PROMOTIONAL 10

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીએ નવા કાયદા મુજબ સિલેબસ અપડેટ કર્યો, અભ્યાસક્રમ અપડેટ કરનારી દેશની પહેલી યુનિવર્સિટી

આ ખેલાડીઓ રમશે આ મેચ

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા - શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રેયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ. ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને તુષાર દેશપાંડે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News ind vs zim T20 series
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ