બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / શું જો બાયડનના સ્થાને આવશે કમલા હેરિસ? જુઓ અમેરિકી મીડિયાએ કર્યો ચોંકાવનારો દાવો

દાવો / શું જો બાયડનના સ્થાને આવશે કમલા હેરિસ? જુઓ અમેરિકી મીડિયાએ કર્યો ચોંકાવનારો દાવો

Last Updated: 08:58 AM, 3 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Joe Biden Latest News : અમેરિકન રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસનો સૌથી મોટો દાવો, રાષ્ટ્રપતિ જો બાઈડનને ડિમેન્શિયા (ભૂલવાની બીમારી) છે અને ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ બાઈડનની જગ્યાએ કમલા હેરિસને પ્રમુખ બનાવી શકે

Joe Biden : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમેરિકન રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસને દાવો કર્યો છે કે, રાષ્ટ્રપતિ જો બાઈડનને ડિમેન્શિયા (ભૂલવાની બીમારી) છે અને મુખ્ય પ્રવાહના મીડિયા પર આ હકીકત દેશથી છુપાવવાનો આરોપ લગાવ્યો છે. ભૂતપૂર્વ ફોક્સ ન્યૂઝ હોસ્ટે એવો પણ દાવો કર્યો હતો કે, ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ બાઈડનની જગ્યાએ કમલા હેરિસને પ્રમુખ બનાવી શકે છે. કાર્લસનનો દાવો 27 જૂનના રોજ એટલાન્ટામાં યોજાયેલી પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટના થોડા દિવસો બાદ આવ્યો છે જેમાં જો બાઈડનનું પ્રદર્શન મોટાભાગના ડેમોક્રેટ્સ માટે આઘાતજનક હતું.

સિડનીના ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે 4,000 ચાહકોની સામે બોલતા ટકર કાર્લસને જણાવ્યું હતું કે,'કેટલાક ડેમોક્રેટ કાર્યકરોએ એક ન્યૂઝ પર પત્રકાર તરીકે પોઝ આપ્યો હતો એ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો કે, જો બાઈડનને ડિમેન્શિયા છે. કાર્લસને કહ્યું કે, અમેરિકન મીડિયાનું એવું વર્તન જાણે કે, તેમને આ વિશે હમણાં જ ખબર પડી હોય તે આઘાતજનક છે. તેમણે કહ્યું કે, જો બાઈડન ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ વધી શકશે નહીં.

અમેરિકન રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસ

અન્ય મીડિયા આઉટલેટ્સની ટીકા કરતા ટકર કાર્લસને કહ્યું, કાં તો તેઓ ખરેખર મૂર્ખ છે... અથવા તેઓ જૂઠા છે, તેઓ ખરેખર અપ્રમાણિક છે, તેઓ તમારાથી સ્પષ્ટ વસ્તુઓ છુપાવી રહ્યાં છે. તેમણે દાવો કર્યો હતો કે, ઘણા અગ્રણી ડેમોક્રેટિક નેતાઓએ સૂચવ્યું છે કે, રાષ્ટ્રપતિ જો બાઈડન માનસિક રીતે અસ્થિર છે અને તેમને રાષ્ટ્રપતિની રેસમાંથી દૂર કરી શકાય છે. કાર્લસન આને ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષો માટે એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે જુએ છે ખાસ કરીને 11 જુલાઈના રોજ હશ મની કેસમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કોર્ટના નિર્ણયને જોતાં.

હું નિશ્ચિતપણે કહું છું કે બાઈડનનું કામ થઈ ગયું : કાર્લસન

ટકર કાર્લસને X પર એક પોસ્ટમાં કહ્યું, હું નિશ્ચિતપણે કહી શકું છું કે જો બાઈડનનું કામ થઈ ગયું છે. ડેમોક્રેટિક પાર્ટીના ઘણા અગ્રણી નેતાઓએ સૂચવ્યું છે કે તેમનું માનસિક સંતુલન સારું નથી. તેમને દૂર કરવા પડશે અને તેઓ આમ કરશે. એકમાત્ર પ્રશ્ન એ છે કે ક્યારે ? જો તેઓ સમજદાર હશે તો તેઓ આ નિર્ણય બહુ જલ્દી લેશે. જો કમલા ઉમેદવાર બને છે તો તે પ્રથમ રાષ્ટ્રપતિ બની શકે છે. હવે ફોકસ ટ્રમ્પ અને 11મી જુલાઈના રોજ તેમની સજા અંગેના નિર્ણય પર રહેશે. X પરની તેમની પોસ્ટમાં કાર્લસને એવો પણ દાવો કર્યો હતો કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની જો બાઈડનને ટેકો આપતી પોસ્ટ કપટપૂર્ણ હતી.

કાર્લસને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, ટ્રમ્પને હવે માત્ર રિપબ્લિકન ઉમેદવાર તરીકે નહીં પરંતુ સંભવિત પ્રમુખ તરીકે જોવામાં આવે છે. આ સમયે ટ્રમ્પ માત્ર રિપબ્લિકન નોમિની નથી પરંતુ અસરકારક રીતે સંભવિત પ્રમુખ છે. જો તમે તેમને જેલમાં ધકેલી દેવાના છો, તો તે ખૂબ જ ગંભીર અપરાધ માટે હોવો જોઈએ જે દરેક વ્યક્તિ સંમત થાય છે કે તેઓએ આ ગુનો કર્યો છે. નહિંતર તમે સિસ્ટમને સંપૂર્ણપણે અને કાયમ માટે નાશ કરવાનું જોખમ લેશો. ડેમોક્રેટ્સે પીછેહઠ કરવાની જરૂર છે.

ઓબામા લોકોને કહે છે કે બાઈડન જીતી શકશે નહીં: કાર્લસન

ટકર કાર્લસને કહ્યું,'વ્યક્તિગત રીતે ઓબામા લોકોને કહી રહ્યા છે કે, બાઈડન જીતી શકશે નહીં, અને તેથી તેઓ ખુલ્લા સંમેલનની તરફેણમાં છે. બરાક ઓબામા કહેશે નહીં કે તેઓ કોને ટેકો આપે છે કે શું તેઓ ગઈકાલે બપોર સુધીમાં સંદેશ આપવા માટે જો બાઈડન સાથે રૂબરૂમાં મળ્યા હતા કે કેમ.

વધુ વાંચો : ભારતના દુશ્મનને પંપાળવો પાકિસ્તાનને મોંઘુ પડ્યું, આતંકી જેલ તોડીને ફરાર, સાથે 18 કેદીઓને પણ ભગાડ્યાં

ઓબામા અને બાઈડન વચ્ચેના સંબંધો ક્યારેય સૌહાર્દપૂર્ણ રહ્યા નથી. એક સમયે બંને એકબીજાની ટીકા કરતા રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર તરીકે માનવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kamala Harris Joe Biden america president election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ