બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં CID લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી દારુની હેરાફેરી કરતી ઝડપાઈ, પોલીસ પર થાર ફેરવી

પોકળ દારુબંધી / ગુજરાતમાં CID લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી દારુની હેરાફેરી કરતી ઝડપાઈ, પોલીસ પર થાર ફેરવી

Last Updated: 07:15 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દારુની હેરાફેરી કરી રહેલી સીઆઈડી ક્રાઈમની લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ છે.

દારુબંધીનું કડકાઈથી પાલન કરાવવાની જવાબદારી જેને શીરે છે તે ગુજરાત પોલીસમાં એક લેડી કોન્સ્ટેબલ દારુની હેરાફેરીમાં ઝડપાઈ છે. ગાંધીધામ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી નીતા ચૌધરી નામની લેડી કોન્સ્ટેબલ બૂટલેગર યુવરાજ સિંહ સાથે થાર કારમાં દારુની હેરાફેરી કરતી ઝડપાઈ છે અને જ્યારે પકડાઈ ત્યારે નીતા અને યુવરાજ સિંહે થારથી પોલીસકર્મીઓને કચડી કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ

રવિવારે રાત્રે ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ નજીક સફેદ રંગની થાર કારમાં કેટલાક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે, માહિતી મળતા ટીમ એક્ટિવ થઈ અને

શહેરના ચોપડવા પાસે સફેદ રંગનો થાર જોવા મળી હતી જેમાં બુટલેગર યુવરાજ સિંહ સાથે નીતા ચૌધરી બેઠી હતી અને તે દારુ પી રહી હતી. પોલીસકર્મીઓ કારની નજીક પહોંચ્યા કે તરત જ ચાલકે તેમને કચડવાના પ્રયાસમાં થાર ભાગવી મૂકી હતી પરંતુ પોલીસકર્મીઓએ કોઈક રીતે પોતાનો બચાવ કર્યો હતો અને પછી ડ્રાઈવરે તેજ ગતિએ થાર કાર ભગાડી હતી.

પોલીસે કાર પર ફાયરિંગ

બાદમાં થાર કારને રોકવા માટે અન્ય પોલીસકર્મીઓએ કારની પાછળ ગોળીબાર કર્યો હતો જેને કારણે થાર અટકી અને ચારેબાજુથી તપાસ કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી. દારૂની હેરાફેરી કરનાર યુવરાજ સિંહ સાથે એક મહિલા પોલીસકર્મી પણ કારમાં બેઠી હતી.

વધુ વાંચો : બોટાદમાં સગી મામી સાથે 'શરીરસુખ' ભાણિયાને ભારે પડ્યું, મામાએ હથિયારથી વેતરી નાખ્યો

કારની અંદરથી મળી દારૂની બોટલો

ધરપકડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી છે, જે પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. પોલીસે થાર કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા દારૂની હેરાફેરી સામે 16થી વધુ ગુના નોંધાયા છે. હિસ્ટ્રીશીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે. ભચાઉ ડિવિઝનના ડીવાયએસપી સાગર સાંબડાએ જણાવ્યું હતું કે આ કેસમાં થાર કાર અને તેમાં રાખવામાં આવેલ દારૂ બંને જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી છે. બંને સામે પોલીસકર્મીઓની હત્યાના પ્રયાસ સહિત ગેરકાયદેસર દારૂની હેરાફેરીની કલમો નોંધવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Nita Chaudhary liquor smuggling CID Nita Chaudhary arrest Gandhidham CID Nita Chaudhary arrest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ