બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / બોટાદમાં સગી મામી સાથે 'શરીરસુખ' ભાણિયાને ભારે પડ્યું, મામાએ હથિયારથી વેતરી નાખ્યો

ગુજરાત / બોટાદમાં સગી મામી સાથે 'શરીરસુખ' ભાણિયાને ભારે પડ્યું, મામાએ હથિયારથી વેતરી નાખ્યો

Last Updated: 06:30 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના બોટાદમાં સગી મામી સાથેના સંબંધમાં ભાણિયાને મોત મળ્યું. પોલીસે દિલિપ ખાચરની હત્યાનો ગુનો ઉકેલી નાખીને 3 આરોપીઓની ધરપકડ કરી છે.

સગાઓમાં અંદરો-અંદર પ્રેમસંબંધ હવેના જમાનામાં સામાન્ય વાત થઈ પડી છે. આવા અંદરો-અંદરના સંબંધમાં મર્ડરની ઘટનાઓ પણ બનતી હોય છે, ગુજરાતમાં વધુ એક વાર આવી ઘટના બની છે જેમાં સગી મામી સાથે સંબંધ રાખવા જતાં ભાણિયાને મામાને હાથે મરવાનો વારો આવ્યો.

સગી મામી સાથે આડાસંબંધોમાં મળ્યું મોત

બોટાદ પોલીસે કારીયાણી ગામે થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલી ગણત્રરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા. મૃતકની હત્યાનું કારણ સગા મામી સાથે આડાસંબંધો હોવાનું સામે આવ્યું છે જેના કારણે મામા, મામી અને તેનો દિકરાએ મળી તેના સગા ભાણીયાને ઘરે જ પતાવી દીધો હતો. જે મામલે મૃતકના ભાઈએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે યુવાનની હત્યા કરનારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ બાબરા ગામના વતની અને બોટાદ જિલ્લાના કારીયાણી ગામે નાનપણથી મામા ના ઘરે રહેતા ભાણેજ દિલીપભાઈ ખાચરને તેના સગી મામી સાથે આડાસબંધો હતા. સમય જતાં સંબંધોમા તીરાડ પડતી ગઈ જેથી અનેક વાર ઝઘડા થતાં હતા. અને ત્યારબાદ ભાણેજ અને મામા વચ્ચે મકાન બાબતે ઝઘડો થતો હતો.અગાઉ થયેલ ઝઘડાની દાઝ રાખી ને મામા, મામી અને તેના દિકરો મળીને ભાણેજની હત્યા કરીને ફરાર થઈ ગયાં હતા.

ધારદાર હથિયારથી હત્યા કરીને ફરાર

37 વર્ષીય દિલિપ ખાચર નાનપણથી મામા દેવકુભાઈના ઘરે રહેતો હતો અને આ દરમિયાન તે મામીના પ્રેમમાં પડ્યો હતો, થોડા સમય સારુ ચાલ્યું પરંતુ પછીથી ઝગડા થવા લાગ્યાં હતા. મકાનની બાબતે મામી મંજુબેન અને સુરેશભાઈ, દેવકુભાઈ ધાધલ સાથે બોલાચાલી ઝગડો કરેલ જે ઘણા સમય થી માથાકૂટ ચાલતી હતી. જે ગત તારીખ 27 ના રોજ ફરીવાર બોલાચાલી થઈ હતી. જેથી મામા દેવકુભાઈ ધાધલ, મામી મંજુબેન ધાધલ અને મામાનો દિકરો સુરેશ દેવકુભાઈ ધાધલે 27 જૂને સાંજના સમયે ભાણેજ દિલીપને તેના ઘરે માથામાં હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી ઘર બંધ કરી ફરાર થઇ ગયા હતા.

વધુ વાંચો : બોપલ કાર અકસ્માતના CCTV આવ્યા સામે, ફોર્ચ્યુંનર કારની સ્પીડ 200થી વધુ, જુઓ વીડિયો

ભાઈને હત્યાની ખબર પડી

આ દરમિયાન શિવરાજ ખાચરે ભાઈ દિલિપને ફોન કરવા છતાં પણ ન ઉપાડતાં શંકા પડી અને ઘેર જઈને તપાસ કરતાં લાશ મળી આવી અને પોલીસને જાણ કરી. શિવરાજ ખાચરે ફરીયાદ કરતા પોલીસને જણાવ્યું હતું કે દિલીપને મામી સાથે આડા સંબંધ હતા તેમજ મકાન બાબતે ઝઘડા થતાં હતા જેથી તેના મામા, મામી અને મામાના દિકરાએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય વિરૂધ્ધ કલમ 302 કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Botad Youth murder Botad Dilip Khachar Murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ