બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / વોરન બફેટના મોત પછી કોને મળશે ₹1,10,87,45,85,50,000ની સંપત્તિ? અરબપતિએ બદલી વસિયત

વર્લ્ડ ન્યૂઝ / વોરન બફેટના મોત પછી કોને મળશે ₹1,10,87,45,85,50,000ની સંપત્તિ? અરબપતિએ બદલી વસિયત

Last Updated: 07:14 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન રોકાણકાર વોરેન બફેટે વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની ઈચ્છા અંગે મોટો ખુલાસો કર્યો છે.

Warren Buffett Wealth: દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટએ ફરી એકવાર પોતાનું વિલ બદલ્યું છે. અમેરિકન રોકાણકાર વોરેન બફેટે વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની ઈચ્છા અંગે મોટો ખુલાસો કર્યો છે.

ખરબોપતિ દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટએ ફરી એકવાર તેમની વસિયત બદલી છે. અમેરિકન રોકાણકાર વોરેન બફેટે વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની ઈચ્છા અંગે મોટો ખુલાસો કર્યો છે. 133 બિલિયન ડૉલર એટલે કે લગભગ 1,10,87,45,85,50,000 રૂપિયાની સંપત્તિના માલિક વોરેન બફેટએ નક્કી કર્યું છે કે તેમના મૃત્યુ પછી તેમની સંપત્તિનું શું થશે.

વોરેન બફેટની મિલકતનું શું થશે?

93 વર્ષના વોરન બફેટએ ફરીથી તેમનું વસિયતનામું બદલતા ખુલાસો કર્યો છે કે તેમના મૃત્યુ પછી તેમની સંપત્તિ નવા કરપાત્ર ટ્રસ્ટને આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેમના મૃત્યુ બાદ તેમની બાકીની મિલકતના 99 ટકા નવા ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવશે. આ ટ્રસ્ટ તેમની પુત્રી અને તેમના બે પુત્રો દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવશે. તેમના ત્રણ બાળકો આ વિલના એગ્જીક્યૂટર હશે.

બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને આઘાત

બફેટે કહ્યું કે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને દાન આપવાનું ચાલુ રાખવાની તેમની કોઈ યોજના નથી. અગાઉની વસિયત મુજબ તેમની મિલકતનો મોટો હિસ્સો આ ફાઉન્ડેશનમાં જવાનો હતો. પરંતુ હવે તેમની મિલકત માટે એક નવું ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવામાં આવશે, જે તેમના ત્રણ બાળકો સંયુક્ત રીતે ચલાવશે. જો કે અત્યાર સુધીમાં બફેટે બિલ ગેટ્સ ફાઉન્ડેશનને અબજોની સંપત્તિ ટ્રાન્સફર કરી દીધી છે. તેમણે પોતાની કંપનીના 5.3 બિલિયન શેર આ ટ્રસ્ટને દાનમાં આપ્યા હતા.

Warren-Buffett

બાળકો પર વિશ્વાસ

તેણે કહ્યું કે તેના ત્રણ બાળકો પોતાની સેવાભાવી સંસ્થા ચલાવે છે. તેમણે કહ્યું કે મને મારા બાળકોમાં વિશ્વાસ છે કે તેઓ તેમના વારસાને યોગ્ય રીતે આગળ ધપાવશે અને પૈસાનો યોગ્ય ઉપયોગ કરી શકશે. તેમણે કહ્યું કે તેમણે બાળકોને આદેશ આપ્યો નથી, પરંતુ તેમને વિશ્વાસ છે કે બાળકો આ પૈસાનો ઉપયોગ ચેરિટી અને લોકોને મદદ કરવા માટે કરશે.

વોરેન બફેટ પાસે કેટલા શેર?

બફેટની કંપની બર્કશાયર હેથવે લગભગ $880 બિલિયનની કંપની છે. તેઓ BNSF રેલરોડ અને ગીકો કાર ઈન્સ્યોરન્સ સહિત ડઝનેક કંપનીઓના માલિક છે. બફેટ કંપનીમાં 14.5 ટકા હિસ્સો ધરાવે છે. ફોર્બ્સ અનુસાર તેમની સંપત્તિ 133 બિલિયન ડોલર છે.

વધુ વાંચોઃ કબરમાંથી નીકળ્યો 2000 વર્ષ જુનો દારુ, બીજું ઘણું ચોંકાવનારું, આ કારણથી ન બગડ્યો

દાનવિર તરીકે જાણીતા

વોરન બફે ઉદારતાથી દાન આપે છે. બફેટે ગયા વર્ષે તેમના પરિવારના ટ્રસ્ટને $870 મિલિયનનું દાન આપ્યું હતું. તેની પાસે બર્કશાયર હેથવેના 207,963 વર્ગ A અને 2,586 વર્ગ B શેર બાકી છે.

સંકળાયેલા મુદ્દાઓ

warren buffett World News in Gujarati International News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ