બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / રાહુલ ગાંધીના નિવેદનને લઈ અમદાવાદમાં બબાલ, કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર પથ્થરમારો

વિરોધ / રાહુલ ગાંધીના નિવેદનને લઈ અમદાવાદમાં બબાલ, કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર પથ્થરમારો

Last Updated: 05:58 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં કોંગ્રેસના કાર્યલય નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં સ્થિતિ તણાવ ભરી બની ગઈ હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. ત્યારે વિપક્ષી સાંસદો દ્વારા સંસદમાં હંગામો મચાવવામાં આવ્યો હતો. તો બીજી રાહુલ ગાંધી આપેલા નિવેદનને લઈ અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા.

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામ સામે

કોંગ્રેસના કાર્યલય નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં સ્થિતિ તણાવ ભરી બની ગઈ હતી, જેમાં પથ્થરમારાનો પણ બનાવ બન્યો હતો. વાતાવરણ એટલી હદે તંગ બની ગયો હતો કે, બન્ને પાર્ટીના કાર્યકરો લાઠીઓ લઇને સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલે ભાજપને વિરોધ કરવા માટે ચેલેન્જ આપી હતી.. સામાી છાતીએ વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે ચેલેન્જ આપી હતી. જે ભાજપે સ્વીકારી છે. જે બાદ ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કર્યો. જેમાં બંને પક્ષ વચ્ચે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો છે.

આ પણ વાચો: PM મોદીના સંબોધન દરમિયાન લાગ્યા 'મણિપુરને ન્યાય આપો'ના નારા, સ્પીકરે વિપક્ષને લગાવી ફટકાર

રાજકોટમાં પણ વિરોધ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે સંસદ ભવનમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સત્તાપક્ષ હિંદુ નથી. કારણ કે, હિંદુ ક્યારેય હિંસા કરે નહીં. હવે આ નિવેદનનો સમગ્ર રાજ્યમાં વિરોધ શરૂ થયો છે. જે અંતર્ગત રાજકોટ ભાજપે પણ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો છે. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. સાથે ભાજપે શહેર ભાજપના નેતાઓ અને યુવા ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે રેલી પણ કાઢી. વિરોધ કરનારા આ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી માફી માંગે તેવી માગ કરી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP-Congress Office Congress office Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ