બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM મોદીના સંબોધન દરમિયાન લાગ્યા 'મણિપુરને ન્યાય આપો'ના નારા, સ્પીકરે વિપક્ષને લગાવી ફટકાર

લોકસભા / PM મોદીના સંબોધન દરમિયાન લાગ્યા 'મણિપુરને ન્યાય આપો'ના નારા, સ્પીકરે વિપક્ષને લગાવી ફટકાર

Last Updated: 05:20 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદમાં વિપક્ષના સાંસદો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ત્યારે સ્પીકર ઓમ બિરલા વિપક્ષી સાંસદો પર ગુસ્સે થયા હતા. સ્પીકરે વિપક્ષી સાંસદોને ઠપકો આપ્યો હતો

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર સંસદમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ચર્ચાનો જવાબ આપી રહ્યાં છે. આ પહેલા મંગળવારે સવારે સંસદભવનમાં સત્તાધારી NDAના સાંસદોની બેઠક યોજાઈ હતી. ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ NDA સંસદીય દળની આ પ્રથમ બેઠક હતી. પીએમ મોદીએ બેઠકમાં એનડીએ સાંસદોને સંબોધિત કર્યા હતા.

વિપક્ષે હંગામો મચાવ્યો હતો

પીએમ મોદી જ્યારે સંસદ પહોંચ્યા ત્યારે એનડીએના સાંસદોએ મોદી-મોદીના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ જ્યારે પ્રધાનમંત્રી મોદી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું ત્યારે વિપક્ષે હંગામો મચાવ્યો હતો.

સ્પીકર ઓમ બિરલા વિપક્ષી સાંસદો ઠપકો

સંસદમાં વિપક્ષના સાંસદો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ત્યારે સ્પીકર ઓમ બિરલા વિપક્ષી સાંસદો પર ગુસ્સે થયા હતા. સ્પીકરે વિપક્ષી સાંસદોને ઠપકો આપ્યો અને વિપક્ષના નેતાને 90 મિનિટ બોલવાની તક આપવા કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, તમે આટલી મોટી પાર્ટી ચલાવો છો, આ સ્વીકાર્ય નથી. પાંચ વર્ષ આમ નહીં ચાલે.

આ પણ વાંચો: ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ થતાં 50 લોકોના મોત, સેંકડો બેહોશ થતાં વધશે આંકડો

મણિપુરને ન્યાય આપોના નારા ગુજ્યા

તો બીજી તરફ PM મોદીના સંબોધન દરમિયાન મણિપુરને ન્યાય આપોના નારા ગુજ્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષના હંગામાં વચ્ચે પણ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે વિશ્વમાં ભારતનું ગૌરવ વધી રહ્યું છે, વિશ્વમાં વિશ્વસનીયતા વધી છે. દરેક ભારતીય ભારતને જોવાનો ગર્વભર્યો પરિપ્રેક્ષ્ય પણ અનુભવી રહ્યો છે. અમારું એકમાત્ર લક્ષ્ય નેશન ફર્સ્ટ છે. અમારી દરેક નીતિ, દરેક નિર્ણય, દરેક કાર્યમાં એક જ માપદંડ છે કે, ભારત પ્રથમ.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Parliament session Lok Sabha Rahul Gandhi Pm modi speech
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ