બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાખોની ભીડ, ગરમી-બફારાને કારણે શ્વાસ રુધાંતા ટપોટપ લાશો પડી, 122 મોતનું ખૌફનાક કારણ

સત્સંગ નાસભાગ / લાખોની ભીડ, ગરમી-બફારાને કારણે શ્વાસ રુધાંતા ટપોટપ લાશો પડી, 122 મોતનું ખૌફનાક કારણ

Last Updated: 06:37 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના હાથરસમાં સત્સંગમાં મચેલી નાસભાગમાં મોતનો આંકડો વધીને 122 થયો છે અને નાસભાગ થવાનું કારણ પણ સામે આવ્યું છે.

પ્રભુ સ્મરણ કરતાં મોત મળે રુડુ કહેવાય પરંતુ ક્યારે પ્રભુ સ્મરણ કરતાં કરુણ મોત મળતું હોય છે, કહેવાય છે ને ભાગ્યમાં લખેલું અફર હોય છે તેને કોઈ પણ કાળે અટકાવી શકાતું નથી. યુપીના હાથરસમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં સત્સંગના કાર્યક્રમમાં 122થી વધુ લોકોના મોત થયાં હતા અને મોતનું કારણ હતું નાસભાગ.

ક્યાં બની દુર્ઘટના

યુપીના હાથરસના ફુલરાઈ ગામમાં બાબા ભોલેના સત્સંગમાં મચેલી નાસભાગમાં મોતનો આંકડો વધીને 107 થયો છે અને હજુ પણ ઘણા બેહોશ હોવાથી આંકડો વધશે. મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ છે જેઓ મોટી સંખ્યામાં સત્સંગ સાંભળવા આવી હતી.

કેવી રીતે બની ટ્રેજેડી

ફુલરાઈ ગામમાં બાબા ભોલેના સત્સંગ ચાલી રહ્યો હતો. સત્સંગ કરાવનાર બાબા સ્થાનિક સ્તરે ખૂબ લોકપ્રિય છે અને તેમના કાર્યક્રમમાં ધાર્યા કરતાં વધારે લગભગ સવા લાખ લોકોની ભીડ આવી હતી. ગરમી અને બફારાને કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. સત્સંગ પૂરો થયા પછી જ્યારે લોકો બહાર જવા માટે ઉભા થયા તો તે બેભાન થઈને પડવા લાગ્યો. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં મહિલાઓ, પુરુષો અને બાળકો જમીન પર પડ્યા હતા.

ભીડે અંગે પહેલેથી અપાઈ હતી ચેતવણી

હાથરસ નાસભાગ અંગે LIU એ પહેલાથી જ વહીવટીતંત્રને ભીડ વિશે ચેતવણી આપી હતી. આ પછી પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. LIUએ અધિકારીઓને કોઈ મોટી ઘટનાની શક્યતા અંગે ચેતવણી આપી હતી, પરંતુ તે પછી પણ અધિકારીઓ મૌન રહ્યા હતા અને શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી.

હોસ્પિટલમાં લાશના ઢગલા

આ ઘટના બાદ સત્સંગ સ્થળેથી પ્રશાસન સ્થળે લાશો કાઢવાનું કામ શરુ કરી દેવાયું હતું અત્યાર સુધી 122 લાશો મળી છે અને હજુ વધારે નીકળવાની સંભાવના છે. હોસ્પિટલમાં પણ લાશોના ઢગલા થવા લાગ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Hathras stampede death UP stampede death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ