બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / કલ્કિએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, ભારતમાં કરી કરોડોની કમાણી, આંકડો ચોંકાવનારો

મનોરંજન / કલ્કિએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, ભારતમાં કરી કરોડોની કમાણી, આંકડો ચોંકાવનારો

Last Updated: 12:09 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલ્કિ 2989 એડી ફિલ્મે રિલીઝના પાંચમાં દિવસે સૌથી ઓછી કમાણી કરી છે. આ દિવસે ફિલ્મનું કલેક્શન માત્ર 34.6 કરોડ રહ્યું.

પ્રભાસ-દીપિકા પાદુકોણની ફિલ્મ કલ્કિ 2989 એડી બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ. ફિલ્મે ભારતમાં 343.6 કરોડની કમાણી કરી છે. નાગ અશ્વિનની ફિલ્મ 'કલ્કિ 2898 એડી' 27 જૂને મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મે પહેલા દિવસે જ ઘણા રેકોર્ડ તોડી દીધા. આ ફિલ્મને રિલીઝ થયાને પાંચ દિવસ થઈ ગયા છે અને આ દિવસોમાં ફિલ્મે વિશ્વભરમાં 550 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. માત્ર ભારતની વાત કરીએ તો પ્રભાસ સ્ટારર ફિલ્મે 343.6 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

ફિલ્મનું કલેક્શન

પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની ફિલ્મે સોમવાર સુધીમાં ભારતની તમામ ભાષાઓમાં 343.6 કરોડનું કલેક્શન કર્યું છે. 'કલ્કિ 2898 એડી'એ ભારતમાં પહેલા દિવસે 95.3 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જેમાંથી ફિલ્મે તેલુગુમાં 65.8 કરોડ રૂપિયા, તમિલમાં 4.5 કરોડ રૂપિયા, હિન્દીમાં 22.5 કરોડ રૂપિયા અને કન્નડમાં 0.3 કરોડ અને મલયાલમમાં 2.2 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો.

બીજા દિવસે ફિલ્મે તેલુગુમાં 30.5 કરોડ રૂપિયા, તમિલમાં 3.3 કરોડ રૂપિયા, હિન્દીમાં 23 કરોડ રૂપિયા, કન્નડમાં 0.35 કરોડ રૂપિયા અને મલયાલમમાં 2.1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ દિવસે ફિલ્મનું કુલ કલેક્શન 59.3 કરોડ હતું. ત્રીજા દિવસે, ફિલ્મે કુલ 66.2 કરોડનો બિઝનેસ કર્યો, જેમાંથી તેલુગુનું કલેક્શન 32.35 કરોડ, તમિલનું 5 કરોડ, હિન્દીનું 26 કરોડ, કન્નડનું 0.45 કરોડ અને મલયાલમનું 2.4 કરોડ હતું. ચોથા દિવસે 'કલ્કિ 2898 એડી'એ કુલ 88.2 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જેમાંથી તેલુગુનું કલેક્શન 38.8 કરોડ, તમિલનું 5.5 કરોડ, હિન્દીનું 40 કરોડ, કન્નડનું 0.7 કરોડ અને મલયાલમનું 3.2 કરોડ રૂપિયા હતું.

PROMOTIONAL 13

'કલ્કિ 2898 એડી' એ પાંચમા દિવસે સૌથી ઓછું કલેક્શન કર્યું છે. આ દિવસે, ફિલ્મે કુલ 34.6 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો, જેમાંથી તેલુગુમાં 14.5 કરોડનું કલેક્શન, તમિલમાં 2 કરોડ, હિન્દીમાં 16.5 કરોડ, કન્નડમાં 0.3 કરોડ અને મલયાલમ ભાષામાં 1.3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. ફિલ્મની ટીમના જણાવ્યા અનુસાર, બહુભાષી 3D ફિલ્મ તેની વૈશ્વિક રિલીઝના ચાર દિવસમાં 500 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે.

વધુ વાંચો: સલમાન ખાનના કેસમાં નવો વળાંક, હતો સિદ્ધુ મૂસેવાલાની જેમ મારવાનો પ્લાનિંગ, ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો

કલ્કિ 2898 એડી સાયન્સ-ફિક્શન અને પૌરાણિક કથાનું મિશ્રણ છે, પ્રભાસ કાશીના ભૈરવ નામના બાઉન્ટી શિકારીની ભૂમિકા ભજવે છે, અને દીપિકા SUM-80 નામની સગર્ભા પરીક્ષણ વિષયની ભૂમિકા ભજવી છે. અમિતાભ ભારતીય પૌરાણિક કથાના અશ્વત્થામાની ભૂમિકામાં છે, જ્યારે કમલ હાસન નેતા સુપ્રિમ યાસ્કીનની ભૂમિકામાં છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Box Office Collection Kalki 2989 AD Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ