બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છમાં દારુમાં પકડાયેલી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી કોણ? હેલિકોપ્ટરથી ઉડીતી, રાજા જેવું જીવન

ગુજરાત / કચ્છમાં દારુમાં પકડાયેલી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી કોણ? હેલિકોપ્ટરથી ઉડીતી, રાજા જેવું જીવન

Last Updated: 08:36 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના ભચાઉમાં બુટલેગર અને દારુ સાથે ઝડપાયેલી નીતા ચૌધરી ગાંધીધામ સીઆઈડીની મહિલા કોન્સ્ટેબલ છે.

ગુજરાતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાયા બાદ દારૂબંધી પર સવાલો ઉઠી રહ્યા છે. નીતા ચૌધરીની ધરપકડથી દારૂબંધી પર એક કાળો ધબ્બો લાગ્યો છે. હવે એ સવાલ છેડાયો છે કે કચ્છના ભચાઉમાં દારુની હેરાફેરી કરતા ઝડપાયેલી સીઆઈડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી કોણ છે? જોકે નીતા ચૌધરી પહેલી વાર ચર્ચામાં આવી નથી. અગાઉ તેનો હેલિકોપ્ટર ઉડ્યાંનો વીડિયો સામે આવ્યો હતો, નીતા ચૌધરીની ઈન્સ્ટાગ્રામ પર સારી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર ચૌધરી નીતાના નામના એકાઉન્ટમાં ઘણા વીડિયો અને તસવીરો છે અને તે ખૂબ જ વૈભવી જીવન પસાર કરી રહી છે જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી હતી.

ગાંધીધામમાં CID ક્રાઈમમાં કોન્સ્ટેબલ

કચ્છ પોલીસે ધરપકડ કર્યા બાદ તેને જ્યારે મીડિયા સમક્ષ રજૂ કરાઈ ત્યારે તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. નીતા ચૌધરી કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમમાં કોન્સ્ટેબલ તરીકે તહૈનાત છે. નીતા ચૌધરી થરમાં દારૂ પીતી હતી.

નીતા ચૌધરી ક્યાંથી, કેવી રીતે પકડાઈ?

રવિવારે રાત્રે ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ નજીક સફેદ રંગની થાર કારમાં કેટલાક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે, માહિતી મળતા ટીમ એક્ટિવ થઈ અને શહેરના ચોપડવા પાસે સફેદ રંગનો થાર જોવા મળી હતી જેમાં બુટલેગર યુવરાજ સિંહ સાથે નીતા ચૌધરી બેઠી હતી અને તે દારુ પી રહી હતી. પોલીસકર્મીઓ કારની નજીક પહોંચ્યા કે તરત જ ચાલકે તેમને કચડવાના પ્રયાસમાં થાર ભાગવી મૂકી હતી પરંતુ પોલીસકર્મીઓએ કોઈક રીતે પોતાનો બચાવ કર્યો હતો અને પછી ડ્રાઈવરે તેજ ગતિએ થાર કાર ભગાડી હતી.

પોલીસે કાર પર ફાયરિંગ

બાદમાં થાર કારને રોકવા માટે અન્ય પોલીસકર્મીઓએ કારની પાછળ ગોળીબાર કર્યો હતો જેને કારણે થાર અટકી અને ચારેબાજુથી તપાસ કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી. દારૂની હેરાફેરી કરનાર યુવરાજ સિંહ સાથે એક મહિલા પોલીસકર્મી પણ કારમાં બેઠી હતી.

વધુ વાંચો : ગુજરાતમાં CID લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી દારુની હેરાફેરી કરતી ઝડપાઈ, પોલીસ પર થાર ફેરવી

કારની અંદરથી મળી દારૂની બોટલો

ધરપકડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી છે, જે પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. પોલીસે થાર કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા દારૂની હેરાફેરી સામે 16થી વધુ ગુના નોંધાયા છે. હિસ્ટ્રીશીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે. ભચાઉ ડિવિઝનના ડીવાયએસપી સાગર સાંબડાએ જણાવ્યું હતું કે આ કેસમાં થાર કાર અને તેમાં રાખવામાં આવેલ દારૂ બંને જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી છે. બંને સામે પોલીસકર્મીઓની હત્યાના પ્રયાસ સહિત ગેરકાયદેસર દારૂની હેરાફેરીની કલમો નોંધવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Constable Nita Chaudhary arrest Nita Chaudhary arrest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ