બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ધોધમાર આગાહી / અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Last Updated: 01:06 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલે દર્શાવી છે.. આગામી બે દિવસ મધ્ય ગુજરાતનાં ભાગોમાં મધ્યમ થી ભારે વરસાદી ઝાપટાની આગાહી તેમણે કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયકલોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે.

એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલે દર્શાવી છે.. આગામી બે દિવસ મધ્ય ગુજરાતનાં ભાગોમાં મધ્યમ થી ભારે વરસાદી ઝાપટાની આગાહી તેમણે કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી અંબાલાલે કરી છે.

મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલે કરી છે. હિંમતનગર, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઇડરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે જેનાથી ભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. 5 થી 12 જુલાઈમાં રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા તેમણે દર્શાવી છે. અમદાવાદમાં અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ રહેશે તેવું અંબાલાલે કહ્યું

આ પણ વાંચોઃ પાવાગઢમાં વાગ્યો મેઘાનો પાવો, ધોધમાર વરસાદથી પગથિયા બન્યાં ધોધ

PROMOTIONAL 8

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Forecast Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ