બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું સરળ બનશે, નહીં જવું પડે RTO! લાગુ થયો નવો નિયમ

તમારા કામનું / હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું સરળ બનશે, નહીં જવું પડે RTO! લાગુ થયો નવો નિયમ

Last Updated: 11:47 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રાઇવિંગ લાઇસન્સ ડ્રાઇવિંગ ટેસ્ટ સંબંધિત નવા નિયમો 1 જૂનથી અમલમાં આવી ગયા છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું પહેલા કરતા વધુ સરળ બનશે.

જો કોઈને ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું છે, તો એમના માટે સારા સમાચાર આવી ગયા છે. કાર અને બાઇક હવે મૂળભૂત જરૂરિયાત બની ગયા છે. અને તેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) હોવું ફરજિયાત છે. જણાવી દઈએ કે ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત નવા નિયમો 1 જૂનથી અમલમાં આવી ગયા છે. જણાવી દઈએ કે હવે ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટે RTO જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી. હા, જો ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત આ નિયમ 1 જૂનથી બદલાઈ ગયો છે. ટ્રાન્સપોર્ટના નવા નિયમો વિશે જાણી લો જેનાથી RTO જઈને ટેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં.

driving-2

ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTOમાં જઈને ટેસ્ટ આપવી ફરજીયાત નથી

જો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન એપ્લાય કરવાનું વિચારી રહ્યા છો પરંતુ ટેસ્ટ આપવા માટે RTO ન જવું હોય તો નવા નિયમોથી હવે સરળતા રહેશે. જે લોકો RTOમાં ટેસ્ટ આપવાથી ડરતા હતા તેમના માટે સરકારે હવે સરળતા કરી છે. જો ડ્રાઇવિંગ શીખવું હોય અને લાયસન્સ મેળવવું હોય પરંતુ ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા ડરતા હોવ તો હવે એક નવો વિકલ્પ હશે.

જણાવી દઈએ કે, અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે માત્ર RTO સેન્ટરમાં જ ટેસ્ટ આપવી પડતી હતી. પરંતુ નવા નિયમ બાદ લાગૂ થયા બાદ આવું નહીં થાય. 1 જૂન, 2024 થી, ભારતના નાગરિકો સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી સંસ્થાઓમાં પણ ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ આપી શકે છે. જો લાઇસન્સ જોઈતું હોય અને આ નવા વિકલ્પથી ખુશ હોવ તો હવે લાયસન્સ સાથે ડ્રાઇવર બનવું સરળ બનશે.

PROMOTIONAL 11

પ્રાઈવેટ ડ્રાઇવિંગ સ્કૂલો માટે નવા નિયમો

  • ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી જોઈએ. 4-વ્હીલર ટ્રેનિંગ માટે 2 એકર જમીન હોવી જરૂરી છે.
  • આ ડ્રાઇવિંગ સ્કૂલોમાં ટેસ્ટ માટે તમામ જરૂરી માપદંડો અપનાવવા જોઈએ.
  • ટ્રેનર્સ વિશે વાત કરીએ તો, તેમની પાસે હાઇસ્કૂલ ડિપ્લોમા, ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અને બાયોમેટ્રિક અને આઇટી સિસ્ટમનું જ્ઞાન હોવું જોઈએ.
  • લાઇટ મોટર વ્હીકલ (LMV) માટે 4 અઠવાડિયામાં 29 કલાકની ટ્રેનિંગની જરૂર પડે છે. જેમાં 8 કલાકની થિયરી અને 21 કલાકની પ્રેક્ટિકલ ટ્રેનિંગ હોવી જોઈએ.
  • હેવી મોટર વ્હીકલ (HMV) માટે 6 અઠવાડિયામાં 38 કલાકની ટ્રેનિંગ હોવી જરૂરી છે, જેમાંથી 8 કલાકની થિયરી અને 31 કલાકની પ્રેક્ટિકલ ટ્રેનિંગ ફરજિયાત છે.

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ફી અને શુલ્ક

  • લર્નિંગ લાઇસન્સ (ફોર્મ 3) - 150 રૂપિયા
  • લર્નિંગ લાયસન્સ ટેસ્ટ ફી - 50 રૂપિયા
  • ડ્રાઇવિંગ ટેસ્ટ ફી - 300 રૂપિયા
  • ડ્રાઇવિંગ લાયસન્સ ફી - 200 રૂપિયા
  • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ ફી - 1000 રૂપિયા
  • લાયસન્સમાં અન્ય વાહન એડ કરવા માટે - 500 રૂપિયા
  • ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવાની ફી - 200 રૂપિયા
  • ડ્રાઇવિંગ લાયસન્સમાં સરનામું બદલવાની ફી - 200 રૂપિયા

જણાવી દઈએ કે ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવાની પદ્ધતિ પહેલા જેવી જ રહેશે. જો ઇચ્છો તો, ઑનલાઇન parivahan.gov.in પર અથવા ઑફલાઇન અરજી કરી શકો છો.

પરિવહન અને ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નવા નિયમો

સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)ના નવા પરિવહન નિયમો 1 જૂન, 2024થી લાગુ કરવામાં આવી રહ્યા છે. નવા નિયમ હેઠળ, 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને ડ્રાઇવિંગ માટે 25,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તે 1000 થી 2000 રૂપિયાની વચ્ચે જ છે.

વધુ વાંચો: કુદરતી આફતમાં કાર ડૂબી જવા પર મળશે ઇન્શ્યોરન્સનો લાભ? જાણો નિયમ શું કહે છે

નવા નિયમ હેઠળ કોને કેટલો દંડ ભરવો પડશે?

  • વધુ સ્પીડમાં કાર ચલાવવા માટે - 1000 થી 2000 રૂપિયાનો દંડ
  • સગીર દ્વારા વાહન ચલાવવા માટે - 25000 રૂપિયા સુધીનો દંડ
  • લાયસન્સ વગર કાર ચલાવવા માટે - 500 રૂપિયાનો દંડ
  • હેલ્મેટ ન પહેરવા પર - 100 રૂપિયાનો દંડ
  • સીટ બેલ્ટ ન પહેરવા પર - 100 રૂપિયાનો દંડ

આ સિવાય નવા નિયમ હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ ગાડી ચલાવે તો ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવશે અને 25 વર્ષ સુધી નવું લાઇસન્સ આપવામાં આવશે નહીં.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

RTO Utility News Driving License
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ