બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સલમાન ખાનના કેસમાં નવો વળાંક, હતો સિદ્ધુ મૂસેવાલાની જેમ મારવાનો પ્લાનિંગ, ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો

એક્શન / સલમાન ખાનના કેસમાં નવો વળાંક, હતો સિદ્ધુ મૂસેવાલાની જેમ મારવાનો પ્લાનિંગ, ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો

Last Updated: 08:18 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોરેન્સ બિશ્નોઈ ગેંગના પાંચ ધરપકડ કરાયેલા આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે બિશ્નોઈ ગેંગ સિદ્ધુ મૂસેવાલાની જેમ સલમાન ખાનને મારવાની યોજના બનાવી રહી હતી.

સલમાન ખાનના ઘર ગેલેક્સીની બહાર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. એવું જાણવા મળ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે 25 લાખ રૂપિયામાં સલમાન ખાનની સોપારી લીધી હતી. બિશ્નોઈ ગેંગે સલમાનની હત્યા માટે 18 વર્ષથી નીચેના છોકરાઓને તૈયાર કર્યા હતા. આ શૂટર્સ આગળના પગલા માટે ગોલ્ડી બ્રાર અને અમનોલ બિશ્નોઈના આદેશની રાહ જોઈ રહ્યા હતા, આ વાતનો ખુલાસો પોલીસે તેમની ચાર્જશીટમાં કર્યો છે.

salman-khan

નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના પાંચ ધરપકડ કરાયેલા આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની જેમ સલમાન ખાનને મારવાની યોજના બનાવી રહી હતી. પનવેલ પોલીસે તાજેતરમાં દાખલ કરેલી ચાર્જશીટમાં આવા સંકેતો મળ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે ગુપ્તચર માહિતી, મોબાઈલ ફોન, ટાવર લોકેશન જેવા ઈનપુટ્સના વિશ્લેષણ દ્વારા આ માહિતી એકઠી કરી છે.

PROMOTIONAL 13

અહેવાલ મુજબ, પનવેલ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં એવું કહેવામાં આવ્યું છે કે લોરેન્સ ગેંગ AK-47 સહિત પાકિસ્તાનના ઘણા હથિયારો સાથે સલમાનને મારવાની યોજના બનાવી રહી હતી. ચાર્જશીટ અનુસાર ફિલ્મના શૂટિંગ દરમિયાન અથવા પનવેલ ફાર્મહાઉસમાંથી બહાર નીકળતી વખતે સિદ્ધુ મૂસેવાલાની જેમ જ હત્યા કરવાની કથિત રીતે યોજના ઘડી કાઢવામાં આવી હતી.

salman4.jpg

રિપોર્ટ અનુસાર, ગેંગે 15-16 લોકોના વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કર્યો હતો, જેમાં ગોલ્ડી બ્રાર અને અનમોલ બિશ્નોઈ પણ સામેલ હતા. જેમાંથી પોલીસે પાકિસ્તાનના સુખા શૂટર અને ડોગરની ઓળખ કરી છે, જેઓ AK-47, M16 અથવા M5 સપ્લાય કરવાના હતા. કેટલાક લોકોએ સલમાનના ફાર્મહાઉસ, ગોરેગાંવમાં ફિલ્મ સિટી અને બાંદ્રા સ્થિત ઘરની રેકી કરી હતી.

વધુ વાંચો: લગ્નના 6 મહિનામાં જ પતિ સાથે છૂટાછેડા, ઈન્સ્ટાગ્રામથી લાખોની કમાણી, જુઓ ફેશન બ્લોગરના બોલ્ડ ફોટો

14 એપ્રિલે સલમાન ખાનના બાંદ્રા ઘરની બહાર ફાયરિંગ થયું હતું. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે સાબરમતી જેલમાં બંધ લોરેન્સની સૂચનાથી આ હુમલો કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan Lawrence Bishnoi Salman Khan Shooting Case Salman Khan firing Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ