બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કોણ છે TMCની સાંસદ સાયોની ઘોષ? જેને મહુઆ મોઇત્રાના ભાષણ દરમ્યાન ડેસ્ક પર હાથ થપથપાવ્યા

photo-story

7 ફોટો ગેલેરી

Photos / કોણ છે TMCની સાંસદ સાયોની ઘોષ? જેને મહુઆ મોઇત્રાના ભાષણ દરમ્યાન ડેસ્ક પર હાથ થપથપાવ્યા

Last Updated: 10:10 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હાલમાં ટીએમસીની એક સાંસદ ખૂબ જ ચર્ચાઓમાં આવી ગઈ છે. મહુઆ મોઇત્રાનાં ભાષણ દરમિયાન બાજુમાં બેસીને ટેબલ થપથપાવતી સાંસદ સાયોની ઘોષ ચર્ચાઓમાં આવી ગઈ છે. ચાલો જાણીએ કોણ છે આ સાંસદ.

1/7

photoStories-logo

1. કોણ છે સાયોની ઘોષ?

આ વખતે લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટીના તમામ સાંસદો ટીએમસીના એક સાંસદના ભાષણનું જોરદાર સમર્થન કરતા જોવા મળ્યા. એ જ કારણ છે કે હાલમાં ટીએમસી સાંસદ સાયોની ઘોષ વિશે ચર્ચાઓ થઈ રહી છે. પહેલીવાર સંસદમાં પહોંચેલી સાયોની ઘોષ TMC યુથ વિંગ પ્રમુખ અને જાદવપુર સીટથી સાંસદ બન્યા છે. ચાલો જાણીએ કોણ છે સયોની ઘોષ? (Photos: Facebook)

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પહેલીવાર સંસદમાં પહોંચી સાયોની ઘોષ

લોકસભામાં આ વખતે મમતા બેનર્જીની આગેવાનીવાળી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)નો દબદબો છે. પાર્ટીના તમામ સાંસદો ટીએમસીના એક સાંસદના ભાષણનું જોરદાર સમર્થન કરી રહ્યા છે. સોમવારે જ્યારે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા બોલી રહ્યા હતા ત્યારે આ જોવા મળ્યું હતું. (Photos: Facebook)

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. જાદવપુર સીટથી સાંસદ

જ્યારે તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું ત્યારે તેમની પાસે બેસેલ ટીએમસી સાંસદ સાયોની ઘોષે તેમનું જોરદાર સમર્થન કર્યું. પહેલીવાર સંસદમાં પહોંચેલી સાયોની ઘોષને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે. TMC યુવા પાંખના પ્રમુખ અને લોકપ્રિય અભિનેત્રી સાયોની ઘોષ જાદવપુર સીટથી સાંસદ બન્યા છે. (Photos: Facebook)

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કેવી રીતે વધારી મહુઆની હિંમત?

જ્યારે મહુઆ મોઇત્રા સંસદ સત્ર દરમિયાન પીએમ મોદીને પડકાર ફેંકી રહી હતી. ત્યારે બાજુમાં બેસેલી સાયોની ઘોષે ટેબલ થપથપાવીને તેની હિંમત વધારી અને પ્રોત્સાહિત કરી. (Photos: Facebook)

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ક્યારે કર્યો રાજકારણમાં પ્રવેશ?

સાયોનીએ ફેબ્રુઆરી 2021માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને ટીએમસીના ઉમેદવાર તરીકે આસનસોલ-દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી. એ વખતે તેને ઓછા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. (Photos: Facebook)

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. અભિષેક બેનર્જીની ખુરશી સંભાળી

તાજેતરની વિધાનસભા ચૂંટણીના એક મહિનાની અંદર, સાયોની ઘોષને પાર્ટીની યુવા પાંખના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જે પદ અભિષેક બેનર્જી પાસે હતું. (Photos: Facebook)

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. રાજકારણ છે છેલ્લો પ્રેમ

અભિનેત્રીમાંથી સાંસદ બનેલી સાયોની ઘોષ અભિનયને તેનો પહેલો પ્રેમ અને રાજકારણને તેનો છેલ્લો પ્રેમ કહે છે. (Photos: Facebook)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Saayoni Ghosh TMC MP West Bengal

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ