બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત શર્મા બાદ હવે કોણ કરશે ઓપનિંગ? શુભમન ગિલ સહિત આ 5 પ્લેયર દાવેદાર

Cricket / રોહિત શર્મા બાદ હવે કોણ કરશે ઓપનિંગ? શુભમન ગિલ સહિત આ 5 પ્લેયર દાવેદાર

Last Updated: 11:50 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માની નિવૃત્તિ પછી જાણો કયા 5 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન.

આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારતનો ખિતાબનો દુકાળ છેલ્લા 11 વર્ષથી ચાલી રહ્યો હતો. આખરે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. એક તરફ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ, પરંતુ થોડા સમય પછી રોહિત શર્માએ પણ ઈન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. જો કે રોહિતે સારી યાદો સાથે T20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે, પરંતુ હવે એક મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે તેની ગેરહાજરીમાં ભારતના ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા કોણ ભજવશે? રોહિતે ઓપનર તરીકે ભારત માટે 124 મેચોમાં 3,750 રન બનાવ્યા છે, તેથી તેને બદલવું કોઈ પણ ખેલાડી માટે આસાન કામ નહીં હોય.

આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારતનો ખિતાબનો દુકાળ છેલ્લા 11 વર્ષથી ચાલી રહ્યો હતો. આખરે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. એક તરફ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ, પરંતુ થોડા સમય પછી રોહિત શર્માએ પણ ઈન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. જો કે રોહિતે સારી યાદો સાથે T20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે, પરંતુ હવે એક મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે તેની ગેરહાજરીમાં ભારતના ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા કોણ ભજવશે? રોહિતે ઓપનર તરીકે ભારત માટે 124 મેચોમાં 3,750 રન બનાવ્યા છે, તેથી તેને બદલવું કોઈ પણ ખેલાડી માટે આસાન કામ નહીં હોય.

યશસ્વી જયસ્વાલ

યશસ્વી જયસ્વાલને T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. માત્ર એક વર્ષમાં તેણે ભારત માટે 17 T20 મેચમાં 502 રન બનાવીને પોતાની છાપ છોડી દીધી છે. તેણે એક સદી અને 4 અર્ધસદી પણ ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 162ની આસપાસ છે. જયસ્વાલે ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકામાં રમીને સારો દેખાવ કર્યો છે. તે રોહિત શર્માની જેમ ઝડપી રન બનાવવામાં સક્ષમ છે.

શુભમન ગિલ

2019માં ભારત માટે ડેબ્યૂ કર્યા બાદ શુભમન ગિલ વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. 2023 ODI ક્રિકેટ વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા તેણે 9 મેચમાં 354 રન બનાવ્યા હતા. ટીમ મેનેજમેન્ટના ગિલ પરના વિશ્વાસનું પરિણામ છે કે તેને ઝિમ્બાબ્વે પ્રવાસમાં 5 T20 મેચોની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ 5 મેચમાં પોતાના પ્રદર્શનના આધારે તે ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.

અભિષેક શર્મા

અભિષેક શર્મા હંમેશા ઝડપી ઈનિંગ્સ રમ્યો છે. પરંતુ તેણે IPL 2024માં તેના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારો પર ઊંડી છાપ છોડી છે. અભિષેકે આ સિઝનમાં 16 મેચમાં 204ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા છે. અભિષેકની બેટિંગ સ્ટાઈલ ટીમ ઈન્ડિયાને ઈંગ્લિશ અને ઓસ્ટ્રેલિયાની સ્થિતિમાં પણ ઝડપી શરૂઆત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

કેએલ રાહુલ

KL રાહુલે ભારત માટે તેની છેલ્લી T20 મેચ T20 વર્લ્ડ કપ 2022 ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. જો કે તે પછી પસંદગીકારોએ તેને ટૂંકા ફોર્મેટમાં તક આપી નથી, પરંતુ અનુભવના આધારે તેને રોહિત શર્માની જગ્યા આપવામાં આવી શકે છે. રાહુલે ભારત માટે 54 ટી20 મેચમાં ઓપનિંગ કરતા 1,826 રન બનાવ્યા છે. રાહુલના આવવાથી ટીમ ઈન્ડિયાને રોહિત જેવો અનુભવી બેટ્સમેન ટોપ ઓર્ડરમાં મળી શકે છે.

વધુ વાંચોઃ બાર્બાડોસમાં અટવાયા ભારતીય ખેલાડીઓ, તમામ ફ્લાઈટ રદ, જાણો ક્યારે પરત ફરશે ટીમ ઈન્ડિયા

ઋતુરાજ ગાયકવાડ

જો કે રુતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં વધુ તક મળી નથી, પરંતુ આઈપીએલની છેલ્લી બે સીઝનમાં તેણે CSK માટે 500થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 19 T20 મેચોમાં 500 રન બનાવીને બતાવ્યું છે કે તે એક વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rituraj Gaekwad Yashwi Jaiswal ICC Tournament
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ