બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / બાર્બાડોસમાં અટવાયા ભારતીય ખેલાડીઓ, તમામ ફ્લાઈટ રદ, જાણો ક્યારે પરત ફરશે ટીમ ઈન્ડિયા

ક્રિકેટ / બાર્બાડોસમાં અટવાયા ભારતીય ખેલાડીઓ, તમામ ફ્લાઈટ રદ, જાણો ક્યારે પરત ફરશે ટીમ ઈન્ડિયા

Last Updated: 10:12 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ હવે આ ટીમ આ દેશમાં મોટી મુશ્કેલીમાં છે. બાર્બાડોસમાં વાવાઝોડાને કારણે વીજળી અને પાણીની વ્યવસ્થા સંપૂર્ણપણે બગડી ગઈ છે અને હવે ત્યાંની તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. બાર્બાડોસની ધરતી માત્ર ટીમ ઈન્ડિયા માટે જ નહીં પરંતુ તેના દરેક પ્રશંસકો માટે ખાસ બની ગઈ છે, પરંતુ હવે રોહિત એન્ડ કંપની પર મોટી મુસીબત આવી ગઈ છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે અને તેનું કારણ છે તોફાન. આખું બાર્બાડોસ ચક્રવાતની ઝપેટમાં આવ્યું છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડી હવે તેમના હોટલના રૂમમાં કેદ છે. બાર્બાડોસમાં તોફાનને કારણે વીજળી અને પાણીની વ્યવસ્થા પણ ઠપ થઈ ગઈ છે. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે હવાઈ અવરજવર પણ થંભી ગઈ છે. અહેવાલો અનુસાર, બાર્બાડોસથી દરેક ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

ટીમ ઈન્ડિયા ક્યારે વાપસી કરશે?

ભારતીય ટીમ બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે અને તે ક્યારે પરત ફરશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. માત્ર ખેલાડીઓ જ નહીં, BCCI સેક્રેટરી જય શાહ પણ બાર્બાડોસમાં છે. રિપોર્ટ્સ અનુસાર, જય શાહ ટીમ ઈન્ડિયા પહેલા ભારત પરત ફરવાનો હતો પરંતુ બાર્બાડોસમાં હવામાન ખરાબ થયા બાદ તેણે ટીમ સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલા ઘણા વિદેશી અને ભારતીય પત્રકારો પણ બાર્બાડોસમાં અટવાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેમની પાસેથી મળેલી માહિતી અનુસાર, ટીમ ઈન્ડિયા સોમવારે પણ ભારત જઈ શકશે નહીં. હાલમાં ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડી પોતાની ફાઈવ સ્ટાર હોટલમાં છે.

વધુ વાંચોઃ ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે 6 જુલાઈથી 5 મેચની T20 સીરીઝ, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ

શિવમ દુબે-સંજુ સેમસનનું શું થશે?

બાર્બાડોસમાં તોફાન શિવમ દુબે અને સંજુ સેમસન માટે વધુ ટેન્શનનું કારણ છે કારણ કે આ બંને ખેલાડીઓને બાર્બાડોસથી હરારે જવાનું છે. વાસ્તવમાં, આ બંને ખેલાડીઓની પસંદગી ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે કરવામાં આવી છે. જો બાર્બાડોસમાં સ્થિતિ આવી જ રહી તો આ ખેલાડીઓ ક્યારે હરારે જઈ શકશે તે કોણ જાણે? આશા છે કે બાર્બાડોસમાં હવામાન જલ્દી સુધરે અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સુરક્ષિત સ્વદેશ પરત ફરી શકે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports Thunderstorm Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ