બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેર બજારની મંગળ શરૂઆત: પ્રથમવાર સેન્સેક્સ 80 હજારને ક્રોસ થયો, નિફ્ટી પણ તેજીમાં, રોકાણકારોને મોજ

માર્કેટ મજામાં / શેર બજારની મંગળ શરૂઆત: પ્રથમવાર સેન્સેક્સ 80 હજારને ક્રોસ થયો, નિફ્ટી પણ તેજીમાં, રોકાણકારોને મોજ

Last Updated: 10:07 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ શુભ રહેશે એવું લાગી રહ્યું છે. માર્કેટના પ્રી-ઓપનિંગ સેશનમાં જ ઈતિહાસ રચતા સેન્સેક્સ 80,000ના આંકડાને સ્પર્શ કર્યો હતો.

પ્રી-ઓપનિંગ સેશનમાં રેકોર્ડ બનાવ્યા બાદ બજાર ખૂલ્યા પછી પણ સેન્સેક્સ અને નિફ્ટી નવા ઓલટાઇમ હાઈ પર ખુલ્યા છે. શેરબજારે આજે ઈતિહાસ રચ્યો છે, સેન્સેક્સ પ્રથમ વખત 79,800ની ઉપર રેકોર્ડ હાઈ પર ખુલ્યો હતો.

share-market_15_2

નિફ્ટી, સેન્સેક્સ અને મિડકેપ ઇન્ડેક્સ નવી લાઇફ હાઇ પર ખૂલ્યા. સેન્સેક્સ 364 પોઈન્ટ વધીને 79,840 પર ખુલ્યો હતો. નિફ્ટી 87 પોઈન્ટ વધીને 24,228 પર અને બેન્ક નિફ્ટી 219 પોઈન્ટ વધીને 52,793 પર ખુલ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ વધારો જોવા મળ્યો હતો. સૌથી વધુ ઉછાળો આઇટી શેર્સમાં નોંધાયો હતો.

PROMOTIONAL 9

આ સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 1.25 લાખ કરોડનો વધારો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.25 લાખ કરોડનો વધારો થયો છે.

વધુ વાંચો: 3 વર્ષમાં પ્રથમ વાર GST કલેક્શન ગ્રોથ રેટ મંદ પડ્યો, આંકડો જાણીને ચોંકી જશો

જુલાઈ 1, 2024ના રોજ, BSE તમામ શેરની કુલ માર્કેટ કેપ રૂ. 4,43,05,344.36 કરોડ હતી. આજે એટલે કે 2 જુલાઈ, 2024ના રોજ બજાર ખુલતાની સાથે જ તે 4,44,30,873.36 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. મતલબ કે રોકાણકારોની મૂડીમાં રૂ. 1,25,529 કરોડનો વધારો થયો છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Share Market Opening Share Market Today Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ