બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીરનાર પર્વત પર 8 ઈંચ વરસાદથી જૂનાગઢ પાણી-પાણી, કાળવા નદીમાં ઘોડાપૂર, શાળાઓમાં રજા જાહેર

જૂનાગઢ / ગીરનાર પર્વત પર 8 ઈંચ વરસાદથી જૂનાગઢ પાણી-પાણી, કાળવા નદીમાં ઘોડાપૂર, શાળાઓમાં રજા જાહેર

Last Updated: 10:45 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે

જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે

વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો

જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે, ગીરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદથી ડેમમાં આવક થઇ છે. પ્રથમ વરસાદમાં જ વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢવાસીઓની પાણીની સમસ્યાનો અંત આવ્યો. ડેમ એક ફૂટની સપાટીથી ઓવરફ્લો થયો છે. ડેમમાં હજુ પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢના મધ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.મોટી સંખ્યામાં લોકો ડેમ પર નજારો માણવા પહોંચ્યા છે

આ પણ વાંચો: ગુજરાતમાં એકસાથે 30 મામલતદારની બદલીના આદેશ, જુઓ કોને ક્યા અપાયું પોસ્ટિંગ

વરસાદથી શાળાઓમાં રજા જાહેર

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh News Junagadh Rain Update Willingdon Dam Overflow
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ