બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તણાવ અને ચિંતાને કહો 'ગુડબાય', બસ ડાયટમાં આજથી જ સામેલ કરો આ ફૂડ્સ

photo-story

5 ફોટો ગેલેરી

આરોગ્ય ટિપ્સ / તણાવ અને ચિંતાને કહો 'ગુડબાય', બસ ડાયટમાં આજથી જ સામેલ કરો આ ફૂડ્સ

Last Updated: 11:22 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજના ભાગદોડ ભર્યા જીવનમાં લગભગ દરેક વ્યક્તિ તણાવ અને ઍન્ગ્ઝાયટીથી પરેશાન છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે સારી ઊંઘથી લઈને રોજીંદા જીવનમાં કેટલાક જરૂરી ફેરફાર કરવા પડે છે, પરંતુ શું તમને ખબર છે કે ઍન્ગ્ઝાયટીની સમસ્યામાં કેટલાક ફૂડ્સનું સેવન કરવાથી પણ ઘણાઓ ફાયદો થાય છે. ચાલો જાણીએ આવા ફૂડ્સ વિશે.

1/5

photoStories-logo

1. ઍન્ટિ ઍન્ગ્ઝાયટી ફૂડ્સ

ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન જેવા મેન્ટલ ડિસઓર્ડરની સારવાર માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તેનાથી સંબંધિત લક્ષણો જોવા મળે, તો એવું માનવામાં આવે છે કે શરૂઆતમાં કેટલીક ખાસ વસ્તુઓને આહારમાં સામેલ કરવી ખૂબ જ ફાયદાકારક હોય છે. આ ફૂડસ મગજને તો રાહત આપે જ છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આવો અમે આવા 4 ફૂડ્સ વિશે જણાવીએ. (Photo: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દહીં

સ્ટ્રેસ દૂર કરવામાં પણ દહીં બહુ મોટી ભૂમિકા ભજવે છે. જણાવી દઈએ કે, દહીંમાં એવા તત્વો જોવા મળે છે જેને આહારમાં સામેલ કરવાથી મગજને આરામ મળે છે. વિટામીન સી ઉપરાંત, દહીંમાં લેક્ટોબેસિલસ, બેક્ટેરિયા અને બિફિડો બેક્ટેરિયા જેવા તત્વો પણ જોવા મળે છે, જે તણાવ ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવે છે. (File Photo)

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વરિયાળી

ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનની સમસ્યામાં વરિયાળીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કહેવાય છે કે જમ્યા પછી તેને ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા નથી થતી તો ગુસ્સો અને ચીડિયાપણું પણ ઓછું થાય છે. (Photo: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સફરજન

રોજ એક સફરજન ખાવાના અનેક સ્વાસ્થ્ય લાભો વિશે જાણતા હશો, પરંતુ જણાવી દઈએ કે ખાલી પેટે પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર સફરજન ખાવાથી માનસિક સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો થાય છે અને ઍન્ગ્ઝાયટીની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. (Photo: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. લીલા પાંદડાવાળા શાકભાજી

વડીલોથી લઈને ડોક્ટરો સુધી લોકો હંમેશા લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે, પરંતુ શું જાણો છો કે તણાવ અને ચિંતા ઓછી કરવા માટે કે મૂડ સારો કરવા માટે લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે, પાલક, કેપ્સિકમ, વટાણા અને બ્રોકોલી જેવા લીલા શાકભાજી મગજમાં હેપ્પી હોર્મોન્સનું કામ કરે છે. (Photo: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health Tips Anti Anxiety Foods Stress and Anxiety

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ