બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પુણેમાં ઝીકા વાયરસની એન્ટ્રીથી ફફડાટ, મળી આવ્યાં 6 કેસ, પ્રેગ્નન્ટ મહિલાઓ પણ ઝપેટમાં

મહારાષ્ટ્ર / પુણેમાં ઝીકા વાયરસની એન્ટ્રીથી ફફડાટ, મળી આવ્યાં 6 કેસ, પ્રેગ્નન્ટ મહિલાઓ પણ ઝપેટમાં

Last Updated: 08:29 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝિકા વાયરસના કેસ ફરી એક વખત સામે આવ્યા લાગ્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં અત્યાર સુધીમાં ઝીકા વાયરસના 6 કેસ સામે આવી ચુક્યા છે. બે સગર્ભા સ્ત્રીઓ પણ સંક્રમણની ચપેટમાં છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ હાલમાં દર્દીઓ પર નજર રાખી રહ્યા છે.

મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાયરસ ફેલાઈ રહ્યો છે. શહેરમાં સંક્રમણના 6 કેસ સામે આવ્યા છે. ખાસ વાત એ છે કે આમાં બે ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પુણેના એરંડવાને વિસ્તારની 28 વર્ષની ગર્ભવતી મહિલામાં ઝીકા વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય વધુ એક 12 સપ્તાહની ગર્ભવતી મહિલા ઝિકા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને મહિલાઓની હાલત સ્થિર છે.

સગર્ભા સ્ત્રીઓ માટે વધુ જોખમી

હકીકતમાં, જો સગર્ભા સ્ત્રીઓ ઝિકા વાયરસનો શિકાર બને છે, તો ગર્ભમાં માઇક્રોસેફલી થઈ શકે છે. આ એવી સ્થિતિ છે જેમાં મગજના અસામાન્ય વિકાસને કારણે માથું ખૂબ નાનું થઈ જાય છે.

દીકરી સહિત ડોક્ટર પણ સંક્રમિત

પુણેમાં ઝીકા વાયરસના સંક્રમણનો પહેલો કેસ એરંડવાને વિસ્તારમાંથી જ સામે આવ્યો હતો, જયારે 46 વર્ષીય ડોકટરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ડોક્ટર પછી તેમની દીકરીનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. આ સિવાય બે સંક્રમિત મુંધવા વિસ્તારમાં મળ્યા છે, એમાંથી એક 47 વર્ષીય મહિલા અને બીજો 22 વર્ષીય વ્યક્તિ છે.

PROMOTIONAL 13

ફોગીંગ અને ફ્યુમીગેશન કરાવી રહી છે મહાનગરપાલિકા

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ તમામ દર્દીઓ પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાવચેતીના પગલા તરીકે, સંક્રમિત મચ્છરોથી બચવા માટે ફોગિંગ અને ફ્યુમિગેશન જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો: પહેલા દિવસે નવા ફોજદારી કાયદા હેઠળ આ રાજ્યોમાં નોંધાયા કેસ, કેટલાક રાજ્યોમાં પોલીસને આપવામાં આવી ટ્રેનિંગ

યુગાન્ડામાં સામે આવ્યો હતો ઝિકાનો પહેલો કેસ

જણાવી દઈએ કે ઝીકા વાયરસ સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાયરસ ફેલાવવા માટે પણ જાણીતું છે. આ વાયરસની ઓળખ સૌપ્રથમ 1947માં યુગાન્ડામાં થઈ હતી.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zika Virus Maharashtra News Pune
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ