બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બ્રેસ્ટ કેન્સરના એલાન બાદ હિના ખાને શેર કરી પ્રથમ પોસ્ટ, શેર કર્યો હોસ્પિટલનો Inside Video

મનોરંજન / બ્રેસ્ટ કેન્સરના એલાન બાદ હિના ખાને શેર કરી પ્રથમ પોસ્ટ, શેર કર્યો હોસ્પિટલનો Inside Video

Last Updated: 11:52 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ હિના ખાને બ્રેસ્ટ કેન્સરના સમાચાર આપ્યા બાદ પહેલો વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે તે તેની પહેલી કીમોથેરાપી પહેલા એવોર્ડ શોમાં પહોંચી હતી.

બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે અને લોકો તેના સાજા થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. એવામાં હિનાએ એક વીડિયો પોસ્ટ કરીને ફેન્સને કહ્યું કે કેવી રીતે તે એક એવોર્ડ શોમાં હાજરી આપ્યા પછી તુરંત તેની પહેલી કીમોથેરાપી માટે હોસ્પિટલમાં પહોંચી હતી.

વીડિયોની શરૂઆત હિના રેડ કાર્પેટ પર પાપારાઝી માટે પોઝ આપી રહી છે અને એ બાદ ઇવેન્ટમાં તેને એવોર્ડ આપવામાં આવે છે. આ પછી તે તેની કીમોથેરાપી માટે હોસ્પિટલ જતી જોવા મળે છે. વીડિયોમાં ભાવુક દેખાતી હિનાએ કહ્યું, 'બધુ ગ્લેમર જતું રહ્યું છે અને હું હોસ્પિટલમાં મારી પ્રથમ કીમોથેરાપી માટે તૈયાર છું. ચાલો સાજા થઈએ.'

આ વીડિયો શેર કરતાં હિનાએ કેપ્શનમાં લખ્યું કે, ' આ એવોર્ડ નાઈટ પર મને મારા કેન્સર વિશે ખબર પડી હતી પણ મેં આ વાતને સામાન્ય બનાવવાનું નક્કી કર્યું - માત્ર મારા માટે જ નહીં, પરંતુ આપણા બધા માટે. આ તે દિવસ હતો જેને બધું જ બદલી નાખ્યું, એ સમયે મારા જીવનના સૌથી પડકારજનક તબક્કામાંનો એક શરૂ થયો. તો ચાલો કંઈક પોઝિટિવ વાત કરીએ.'

હિનાએ આગળ લખ્યું - 'તો ચાલો કંઈક પ્રોમિસ આપીએ. આપણે જે માનીએ છીએ તે બનીએ છીએ. મેં આ પડકારને એક તક તરીકે લીધો જેના દ્વારા હું મારી જાતને બદલી શકું. મેં મારી ટૂલકીટમાં પ્રથમ હથિયાર પોઝિટીવીટીને રાખવાનું નક્કી કર્યું છે. મેં મારા માટે તેને સામાન્ય બનાવવાનું વિચાર્યું છે. મારા માટે...મારું કામ મહત્વનું છે. મારા માટે જે મહત્વનું છે તે મારી પ્રેરણા, જુસ્સો અને કલા છે.'

PROMOTIONAL 13

અભિનેત્રી એ લખ્યું કે, 'હું હાર નહીં માનું, આ એવોર્ડ જે મને મારા પહેલા કીમો પહેલા મળ્યો હતો તે મારી એકલીની પ્રેરણા નથી, હકીકતમાં હું દરેકને અપીલ કરું છું કે તેઓ તેમના જીવનની તમામ મુશ્કેલીઓને સરળ બનાવે, તેમને સામાન્ય બનાવે અને પછી તેમના લક્ષ્યો નક્કી કરે અને તેમને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે. ભલે તે ગમે તેટલું મુશ્કેલ હોય, ક્યારેય પીછેહટ ન કરતાં કયારેય હાર ન માનતા.'

વધુ વાંચો: સલમાન ખાનના કેસમાં નવો વળાંક, હતો સિદ્ધુ મૂસેવાલાની જેમ મારવાનો પ્લાનિંગ, ચાર્જશીટમાં ચોંકાવનારો

આ વીડિયો પર ફેન્સથી લઈને સેલેબ્સ સુધી બધાએ હિનાને ખૂબ સપોર્ટ કર્યો અને તેના પર પ્રેમ વરસાવ્યો. હિનાના લરોકી જયસ્વાલે 'મેરી ફાઇટર' કોમેન્ટ કરી હતી. આરતી સિંહે લખ્યું, 'તમે ઘણા લોકો માટે પ્રેરણા છો...'

સંકળાયેલા મુદ્દાઓ

Hina Khan Breast Cancer Hina Khan Hina Khan First Chemotherapy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ