બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઇન્ડિયા ક્યારે રિટર્ન ફરશે? સામે આવી બાર્બાડોસના ચક્રવાતને લઇ મોટી અપડેટ, જુઓ Video

ક્રિકેટ / ટીમ ઇન્ડિયા ક્યારે રિટર્ન ફરશે? સામે આવી બાર્બાડોસના ચક્રવાતને લઇ મોટી અપડેટ, જુઓ Video

Last Updated: 10:24 AM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાઈનલ મેચ સમાપ્ત થયાને 3 દિવસ થઈ ગયા છે, પરંતુ ટીમ ઈન્ડિયા હજુ પણ બાર્બાડોસમાં જ અટવાઈ છે. ચક્રવાત બેરીલના કારણે બાર્બાડોસમાં તોફાની પવનો વચ્ચે ભારે વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે બાર્બાડોસમાં કર્ફ્યુ લાદવામાં આવ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂન શનિવારના રોજ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો, પરંતુ અત્યાર સુધી ટીમનો કોઈ પણ ભારતીય ખેલાડી બાર્બાડોસ છોડી શક્યો નથી. આખી ટીમ અને ટ્રોફી હજુ પણ બાર્બાડોસમાં અટવાયેલી છે, કારણ કે ચક્રવાત બેરિલે બાર્બાડોસમાં ભારે વિનાશ સર્જ્યો હતો અને તેના કારણે એરપોર્ટ પણ બંધ કરવું પડ્યું હતું.

ફાઈનલ મેચ સમાપ્ત થયાને 3 દિવસ થઈ ગયા છે, પરંતુ ટીમ ઈન્ડિયા હજુ પણ બાર્બાડોસમાં જ અટવાઈ છે. ચક્રવાત બેરીલના એલર્ટના કારણે બાર્બાડોસમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી શકતી નથી.

હવે એક નવું અપડેટ આવ્યું છે કે વાવાઝોડાને કારણે બાર્બાડોસમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ભારતીય ટીમના ખેલાડીઓએ પોતપોતાના સોશિયલ મીડિયા પર આ અંગેના લેટેસ્ટ ફોટો-વિડિયો અપલોડ કર્યા છે.

PROMOTIONAL 9

આ ચક્રવાતને કારણે ટીમ ઈન્ડિયા મંગળવારે પણ પરત ફરવાની નથી. જો કે હવે ટીમ ઈન્ડિયાના ટ્રાવેલિંગ શેડ્યૂલ સાથે જોડાયેલા સારા સમાચાર સામે આવ્યા છે. બાર્બાડોસના સમય મુજબ 2 જુલાઈ, મંગળવારે ભારતીય ટીમ બાર્બાડોસથી નવી દિલ્હી માટે રવાના થઈ શકે છે. એટલે કે ભારતીય સમય મુજબ ટીમ ઈન્ડિયા 3 જુયાળી સાંજ સુધી ભારત પરત ફરી શકે છે.

Capture

સાથે જ એમ પણ જાણવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાની ટીમની વાપસી માટે એક ખાસ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી છે, જેના કારણે બુધવારે ભારતીય ટીમની ભારત પરત ફરવાની શક્યતા વધી ગઈ છે.

વધુ વાંચો: રોહિત શર્મા બાદ હવે કોણ કરશે ઓપનિંગ? શુભમન ગિલ સહિત આ 5 પ્લેયર દાવેદાર

બાર્બાડોસની હોટેલ હિલ્ટનમાં ફસાયેલી ટીમ ઈન્ડિયા તોફાની પવન અને ભારે વરસાદને કારણે બહાર આવી શકી નથી. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સોશિયલ મીડિયા પર આ અંગે સતત અપડેટ્સ પોસ્ટ કરી રહ્યા છે. વર્લ્ડ કપ ફાઈનલમાં કેચ લઈને મેચ બદલી નાખનાર સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં એક વીડિયો પણ અપલોડ કર્યો છે, જેમાં દરિયા કિનારે અત્યંત જોરદાર તોફાની પવનો દેખાઈ રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Barbados Storm Team India stuck in Barbados Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ