બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, ભારે વરસાદથી અનેક વિસ્તારો થયા પાણી-પાણી

ચોમાસું / અમદાવાદમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, ભારે વરસાદથી અનેક વિસ્તારો થયા પાણી-પાણી

Last Updated: 06:07 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ, નહેરૂનગર, શિવરંજની, બોડકદેવ, પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો

અમદાવાદમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદની ધમધોકાર એન્ટ્રી થઈ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વસ્ત્રાપુર, બોડકદેવ, નહેરૂનગર, શિવરંજની, બોડકદેવ, પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં ધોધમાર વરસાદ

ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો રસ્તાઓ પાણી પાણી થયા હતાં. સાબેલાધાર વરસેલા વરસાદમાં 5 મિનિટમાં જ પાણીનો જોરદાર ભરાવો જોવા મળ્યો હતો. જો કે, શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી પરંતુ કોર્પોરેશનની નિદ્રાધિન પ્રી મોન્સૂન કામગીરીના કારણે ઢેર ઢેર પાણી ભરાયા હતાં. જેના કારણ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

આ પણ વાંચો: VIDEO : જેવા PM મોદી બોલવા ઊભા થયાં કે તરત ભારે દેકારો, શબ્દ પણ ન સંભળાયો, વિપક્ષની હદ પાર

પ્રિ-મોન્સૂન કામગીરી પર વિપક્ષ આક્રમક

અમદાવાદમાં આવેલા ધોધમાર વરસાદના કારણે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થયા છે. શહેરમાં આવેલા સિઝનના પ્રથમ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાનું વિપક્ષ આક્રમક થયું છે. વિપક્ષે કોર્પોરેશનની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. જેમાં વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે પ્રિ-મોન્સૂન કામગીરીને સત્તાપક્ષનો ભ્રષ્ટાચાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, 25 વર્ષથી અમદાવાદમાં ભાજપનું શાસન છે. આમ છતાં સત્તાપક્ષ યોગ્ય રીતે પ્રિ-મોન્સૂન કામગીરી કરી શકતું નથી. પરિણામે સામાન્ય લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad New Ahmedabad Weather Update Ahmedabad Rainfall Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ