બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ચોમાસું આવતા જ ACમાંથી ટપકવા લાગે છે પાણી? તો ચિંતા ન કરો, આ ટિપ્સ આવશે કામમાં

ટેક્નો ટિપ્સ / ચોમાસું આવતા જ ACમાંથી ટપકવા લાગે છે પાણી? તો ચિંતા ન કરો, આ ટિપ્સ આવશે કામમાં

Last Updated: 03:36 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પ્લીટ એસીમાં ચોમાસામાં પાણી લીકેજ થવાની સમસ્યા આવે છે. આ સમસ્યા હવામાં વધુ ભેજ હોવાને કારણે થાય કે, પરંતુ તેની પાછળ ઘણા ટેકનિકલ કારણો પણ છે. સામાન્ય રીતે એસીમાંથી નીકળતું પાણી ઓવરફલો થઈ જાય છે અને ઘરમાં ઇન્ડોર યુનિટમાંથી પાણી ટપકવા લાગે છે.

ચોમાસું આવતા જ ઘરમાં લાગેલા સ્પ્લીટ એસીમાંથી પાણી ટપકવા લાગે છે. ભેજવાળા વાતાવરણને કારણે હવામાં હ્યુમિડીટી ઘણી વધારે હોય છે, જેના કારણે પાણી ટપકે છે. જેના કારણે ચોમાસામાં વધારે માત્રામાં પાણી જમા થઈ જાય છે અને સ્પ્લીટ એસીના ઘરમાં લાગેલા ઇન્ડોર યુનિટમાંથી પાણી ટપકવા લાગે છે. ઘણા લોકો આને કારણે ઘણા પરેશાન થાય છે અને આના માટે ટેકનિશિયનને બોલાવવો પડે છે. પણ ટેકનિશિયને બોલાવ્યા વિના જ આને ઠીક કરી શકાય છે.

ac-1

કયા કારણોસર થાય છે આ સમસ્યા?

સામાન્ય રીતે એસીની સર્વિસ ન થવાને કારણે આવી સમસ્યા આવે છે. સમયસર સર્વિસ કરાવવાથી એસીમાં લાગેલું ફિલ્ટર અને એસીની ડ્રેનેજ લાઈન બંને સાફ રહે છે, જેને કારણે એસીમાંથી નીકળતું પાણી ડ્રેનેજ પાઈપથી બહાર નીકળે છે, પણ જો એસીનાં ફિલ્ટરને સમયસર સાફ નથી કરવામાં આવતું તો તેમાં જામેલી ગંદકી સ્પ્લીટ એસીના ઇન્ડોર યુનિટમાં જ પડે છે અને ડ્રેનેજ પાઈપને જામ કરી નાખે છે. આને કારણે એસીમાંથી નીકળતું પાણી ઘરમાં જ પડવા લાગે છે.

PROMOTIONAL 13

આ સિવાય એસીના ઇન્ડોર યુનિટનું લેવલ જો યોગ્ય નથી હોતું, તો પણ પાણી ડ્રેનેજ લાઈનમાં નથી પહોંચતું અને ઘરમાં જ પડવા લાગે છે. ઉનાળામાં બહાર હ્યુમિડીટી નથી હોતી, જેને કારણે આ સમાયા નથી આવતી, પણ ચોમાસામાં આ સમસ્યા આવે છે.

ડ્રેનેજ પાઈપ વળી જવાને કારણે પણ આ સમાયા આવી શકે છે. એસીમાં પૂરતી માત્રામાં રેફ્રિજરેંટ ન હોય તો પણ પાણી બહાર નીકળવા લાગે છે અને ઘરમાં જ ટપકે છે.

વધુ વાંચો: વરસાદમાં AC ચલાવતા પહેલા ન કરતાં આ ભૂલો, નુકસાની જાણી પરસેવો છૂટશે

કેવી રીતે કરવું ઠીક

  • સ્પ્લીટ એસીના ફિલ્ટરને દર ત્રણ મહિને સાફ કરતા રહેવું જોઈએ. આને કારણે ફિલ્ટરમાં ધૂળ-માટી નથી રહેતી અને ડ્રેનેજ પાઈપલાઈનમાં ગંદકી જમા થવાની સમસ્યા નથી આવતી.
  • એસીનું ફિલ્ટર ડેમેજ થાય તો તેને બદલી નાખો, નહીં તો આને કારણે એસીમાં ઘણી વધારે સમસ્યાઓ આવી શકે છે.
  • એસીની ડ્રેનેજ લાઈનને પ્રેશર સાથે પાણી નાખીને સાફ કરી, જેને કારણે તેમાં જામેલી ગંદકી બહાર નીકળી જાય છે અને પાણીનો રસ્તો સાફ થઈ જાય છે.
  • જો એસીના ઇન્ડોર યુનિટનું લેવલ યોગ્ય ન હોય તો ટેકનિશિયનને બોલાવીને તેને લેવલમાં કરાવો.
  • આ સિવાય દર 2-3 મહિને એસીની ડ્રેનેજ લાઈનમાં વિનેગર નાખો, જેથી તેમાં ગંદકી ન જામી શકે અને ડ્રેનેજ લાઈન સાફ રહે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Split AC Tips Tech Tips Utility News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ