બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / દીકરાના લગ્નમાં નીતા અંબાણી પહેરશે 40 તોલાના સોના-ચાંદીની સાડી, કિંમત જાણી દંગ રહી જશો

મનોરંજન / દીકરાના લગ્નમાં નીતા અંબાણી પહેરશે 40 તોલાના સોના-ચાંદીની સાડી, કિંમત જાણી દંગ રહી જશો

Last Updated: 03:54 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનત અંબાણી ટૂંક સમયમાં વરરાજા બનવા જઈ રહ્યો છે ત્યારે આખો પરિવાર તેમના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. જો કે ફેન્સ લોકો નીતા અંબાણીના લુક્સની રાહ જોઈ રહ્યા છે કેમ કે તેમનો લુક બધા કરતા હટકે હોય છે.

હાલમાં જ વારાણસીમાં શોપિંગ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટના અનુસાર, તેઓ લગ્નમાં સોના-ચાંદીના તારથી બનેલી સાડી પહેરવાના છે અને વારાણસીમાંથી તેમને આ સાડી ખરીદી છે જેની કિંમત 10 લાખ રૂપિયા છે. હાલમાં જ સોનાક્ષી સિન્હાએ પણ વેડિંગ રિસેપ્શનમાં લાલ કલરની 'લાખ-બુટી' ડિઝાઈનની સાડી પહેરી હતી.

હવે તમને થતું હશે કે લાખ-બુટી સાડીમાં એવું શું છે જેની કિંમત લાખો રૂપિયામાં છે. તમને જણાવી દઈએ કે, આ સાડીની કિંમત 10 લાખ રૂપિયા એટલા માટે છે કેમ કે કારીગરો ચાંદી અને સોનાના તારથી સાડી બનાવે છે. નીતા અંબાણીએ જે 'લાખ-બુટી' સાડી ખરીદી છે તેને બનાવવા માટે 2 મહિના જેટલો સમય લાગ્યો હતો. લાલ કલરની સાડી નીતા અંબાણીને ઘણી પસંદ આવી હતી. આ સાડીમાં 400 ગ્રામ સોના-ચાંદીના તારનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 40 તોલાની આસપાસ બને છે. સાડીમાં 58 ટકા ચાંદી અને 1.5 ટકા સોનાનું જડતર કામ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર અને સંબંધીઓ માટે આવી 100 સાડીના ઓર્ડર આપવામાં આવ્યા છે.

વધુ વાંચોઃ- કરીના કપૂર જોવા મળશે હંસલ મહેતાની મર્ડર મિસ્ટ્રી ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર્સ'માં, આ દિવસે થશે રિલીઝ

કેટલાક લોકો તેને લક્ખા બુટી પણ કહે છે. લક્ખા બુટીનો અર્થ થાય છે નાની અને નાજુક બુટી, સાડીમાં ઝીણવટ પ્રકારનું કામ કરવામાં આવે છે. ફૂલ દ્વારા સુંદર ડિઝાઈન બનાવવામાં આવે છે. એક સાડી બનાવવામાં 60થી 62 દિવસનો સમય લાગે છે અને સાડીને બનાવવા માટે 20 લોકોની મદદ લેવામાં આવે છે.

નીતા અંબાણીને હજારા બુટી સાડી ઘણી પસંદ આવી છે. આ સાડી દેશમાં માત્ર બનારસમાં જ તૈયાર કરવામાં આવે છે. હજારા બુટી સાડીની કિંમત 2 લાખથી 6 લાખ રૂપિયા સુધી હોય છે જે મોટાભાગે સિલ્કના કપડામાં બનાવવામાં આવે છે. ભારતીય ટ્રેડીશનમાં સાડીનું અલગ જ મહત્વ છે. લગ્નનું ફંક્શન સાડી વગર અધુરુ માનવામાં આવે છે. સાડીઓનો ઈતિહાસ ઘણો જૂનો છે અને અત્યારે 100થી પણ વધારે પ્રકારની સાડીઓ બનાવવામાં આવી રહી છે. ભારતમાં ઉત્તર પ્રદેશને સાડીઓનો ગઢ માનવામાં આવે છે જ્યાં બનારસ, આઝમગઢ અને લખનઉમાં હેન્ડલૂમનું કામ વધારે જોવા મળે છે.

જાણો ક્યાં કઈ સાડી વધારે ફેમસ છે

  • વારાણસી- બનારસી સાડી
  • રાજસ્થાન-જયપુરી સાડી
  • ગુજરાત-પટોળા સાડી
  • બંગાળ- બલૂચરી સાડી
  • બિહાર- મધુબની સાડી
  • આંધ્ર પ્રદેશ- કલમકારી સાડી
  • પશ્ચિ બંગાળ- તાંત સાડી, બલુચરી
  • છત્તીસગઢ- કોસા સિલ્ક
  • કાંજીવરમ- તમિલનાડુ
  • પોચમપલ્લી- તેલંગણા
  • અસમ- મૂંગા સિલ્ક
  • મહારાષ્ટ્ર- પેઠની સાડી

સંકળાયેલા મુદ્દાઓ

Nita Ambani News sadi wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ