બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કરીના કપૂર જોવા મળશે હંસલ મહેતાની મર્ડર મિસ્ટ્રી ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર્સ'માં, આ દિવસે થશે રિલીઝ

મનોરંજન / કરીના કપૂર જોવા મળશે હંસલ મહેતાની મર્ડર મિસ્ટ્રી ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર્સ'માં, આ દિવસે થશે રિલીઝ

Last Updated: 02:33 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરીના કપૂર આગામી દિવસોમાં હંસલ મહેતાની ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર'માં જોવા મળશે અને આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. સાથે જ ફિલ્મમાંથી કરીનાની એક નવી ઝલક પણ સામે આવી છે.

કરીના કપૂર છેલ્લે તબ્બુ અને કૃતિ સેનન સાથે ફિલ્મ 'ક્રુ'માં જોવા મળી હતી, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ હિટ રહી હતી. આ પહેલા કરીના ફિલ્મ 'જાને જાન'માં જોવા મળી હતી. હવે અભિનેત્રી આગામી દિવસોમાં કરીના હંસલ મહેતા દ્વારા નિર્દેશિત મિસ્ટ્રી ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર'માં જોવા મળશે. એવામાં 'ધ બકિંગહામ મર્ડર'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

'વીરે દી વેડિંગ' અને 'ક્રૂ' જેવી ફિલ્મો પછી કરીના કપૂર ખાન અને એકતા કપૂર ફરી સાથે કામ કરી રહી છે. આ જોડીએ ફિલ્મમેકર હંસલ મહેતાની આગામી ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર્સ' માટે હાથ મિલાવ્યા છે. અગાઉ કોમેડી ડ્રામાથી દિલ જીતી ચૂકેલી આ જોડી હવે મર્ડર મિસ્ટ્રી લઈને આવી રહી છે.

PROMOTIONAL 9

કરીનાની આગમી ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર' 13 સપ્ટેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે અને આ ફિલ્મમાંથી કરીનાની એક નવી ઝલક પણ સામે આવી છે.

વધુ વાંચો: કલ્કિએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, ભારતમાં કરી કરોડોની કમાણી, આંકડો ચોંકાવનારો

'ધ બકિંગહામ મર્ડર્સ' એ જસમીત ભામરાની વાર્તા છે, જે એક ડિટેક્ટીવ માતા છે જે ઈંગ્લેન્ડના એક નાના શહેરમાં 10 વર્ષના છોકરાની હત્યાની તપાસ કરે છે. આ ફિલ્મમાં કરીના એક પોલીસની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ કરીનાએ એકતા કપૂર સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kareena Kapoor The Buckingham Murders The Buckingham Murders Release Date
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ