બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે વેધર વોચ કમિટીની બેઠક, જિલ્લા તંત્રને એલર્ટ રહેવા સૂચના

સમિક્ષા / ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે વેધર વોચ કમિટીની બેઠક, જિલ્લા તંત્રને એલર્ટ રહેવા સૂચના

Last Updated: 06:16 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેધર વોચ કમિટીની બેઠકમાં એનડીઆરએફ, સેનાની ત્રણે પાંખો, કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

રાજ્યમાં ચોમાસુ માહોલ જામ્યા છો. ત્યારે આગામી ચારથી પાંચ દિવસ હજુ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેધર વોચ કમિટીની બેઠક રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં એનડીઆરએફ, સેનાની ત્રણે પાંખો, કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહી હતી. હવામાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ચોમાસુ જામ્યુ છે.

જુનાગઢમાં ગામડાઓ સંપર્ક વિહોણા

જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારો માં પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણા થયા છે. 20 જેટલા ગામોમાં પાણીને લઈ રસ્તાઓ બંધ થયા છે.આર એન્ડ બી વિભાગના અધિકારીઓ રસ્તાઓને પૂર્વવત કરવા કામગીરી કરી રહ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા મળેલ માહિતી મુજબ પાણીનો નિકાલ શરૂ થઈ ગયો છે. જલ્દી ગામો પૂર્વવત થઈ જશે. જો કે જિલ્લા તંત્ર ને એલર્ટ રહવા સૂચના આપવામાં આવી છે.

Website Ad 1200_1200 2

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકાઓમાં મેઘરારાજની ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વંથલીમાં સાડા 14 ઈંચ વરસાદ નોંધાયો હતો. વિસાવદરમાં સવા 13 ઈંચ, જુનાગઢમાં 12 ઈંચ વરસાદ, કેશોદમાં 10, બારડોલીમાં સાચા 9 ઈંચ, ખંભાળિયામાં સવા 9, માણાવદરમાં 9, ખંભાળિયામાં સાડા 8 ઈંચ, ધોરાજી અને મહુવામાં સવા 7 ઈંચ વરસાદ વરસ્યો હતો.

વધુ વાંચોઃ અનેક ગામડાઓ સંપર્ક વિહોણાં, જન જીવન અસ્તવ્યસ્ત, ક્યાંક નદીઓ છલકાઇ તો ક્યાંક ડેમ છલકાયા

રાજ્યમાં અનેક જીલ્લાઓમાં મેઘ મહેર થવા પામી છે. જૂનાગઢ, સુરત, પોરબંદર, અમરેલી સહિતનાં જીલ્લાઓમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rainfall Update Gujarat Rain Update Gujarat Rain Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ