બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / જેને રૂપિયા રોક્યા તે થયા માલામાલ, એક દિવસમાં 1300 રૂપિયા ચઢી ગયો આ શેર

શેર નહીં 'બબ્બર શેર' / જેને રૂપિયા રોક્યા તે થયા માલામાલ, એક દિવસમાં 1300 રૂપિયા ચઢી ગયો આ શેર

Last Updated: 11:11 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GRP લિમિટેડની સ્થાપના 1974માં થઈ હતી. તે ટાયર રબર બનાવવા છે. કંપની પાસે 7 ઉત્પાદન એકમો છે

શેરબજારમાં ઘણા મિડ કેપ શેરો છે જેમણે માત્ર એક વર્ષના સમયગાળામાં જોરદાર વળતર આપ્યું છે. આવો જ એક સ્ટોક GRP લિમિટેડનો છે. ગયા શુક્રવારે આ સ્ટૉકમાં 6 ટકાથી વધુનો ઉછાળો હતો અને ભાવ 13317.50 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી રહી છે. આ શેરનો અગાઉનો રૂ. 12063.30 પર બંધ થયો હતો. આ શેરે એક જ દિવસમાં લગભગ રૂ.1300 વધ્યો હતો. તમને જણાવી દઈએ કે 10 જુલાઈ 2023ના રોજ શેરની કિંમત 3400 રૂપિયા હતી.

sher-market

બોનસ શેર વહેચશે કંપની

GRP લિમિટેડની બોર્ડ મીટિંગમાં કંપનીએ બોનસ શેરના વિતરણ માટે રેકોર્ડ તારીખની જાહેરાત કરી છે. 29 જૂન, 2024 ના રોજ યોજાયેલી આ મીટિંગમાં કંપનીએ 1 ને બદલે 3 બોનસ શેર વહેંચવાની વાત કરી હતી. આ બાબતે શેરધારકની મંજૂરી અને અન્ય જરૂરી નિયમનકારી/કાનુની મંજૂરીઓને આધીન છે.

PROMOTIONAL 11

કંપની વિશે જાણો

તમને જણાવી દઈએ કે GRP લિમિટેડની સ્થાપના 1974માં થઈ હતી. તે ટાયર રબર બનાવવા માટે જાણીતી કપંની છે. કંપની પાસે 7 ઉત્પાદન એકમો છે. જે 60થી વધુ પોતાના પ્લાન્ટ ધરાવે છે અને 200 થી વધુ ગ્રાહક છે. આ કંપનીમાં 400થી વધુ સપ્લાયર્સ છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 138 કરોડની કામગીરીમાંથી ત્રિમાસિક આવક નોંધાવી હતી

આ પણ વાંચો: ખેડામાં વીજ કરંટથી ત્રણના મોત, દુકાનનું શટર ખોલાતા મોત ત્રાટક્યું, વરસાદમાં રાખો આટલું ધ્યાન

કેવો છે કંપનીનો બેનિફિટ

નાણાકીય વર્શ 2024ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 12 કરોડ રહ્યો હતો. કંપનીના વાર્ષિક પ્રદર્શન પર નજર કરીએ તો તેણે નાણાકીય વર્ષ 2023માં રૂપિયા 451 કરોડની સરખામણીમાં રૂ. 461 કરોડની આવક નોંધાવી હતી. નાણાકીય વર્ષ 2024માં કંપનીનો નફો રૂ. 14 કરોડના નફાની સરખામણીએ રૂ. 23 કરોડ હતો. GRP લિમિટેડના શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો પ્રમોટર્સ કંપનીમાં 40.36 ટકા હિસ્સો ધરાવે છે અને જાહેર અથવા છૂટક રોકાણકારો 59.64 ટકા હિસ્સો ધરાવે છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rubber Sector Business News grp ltd
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ